Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં બાળાત્કાર ગુજારવાના કેસમાં ભરૂચ કોર્ટ દ્વારા આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા

Share

ભૃગુરૂષિ મંદિર ખાડી વિસ્તાર પાસે રહેતી ગરીબ સગીર છોકરીને પતાવી ફોસલાવી તેમજ ધમકીઓ આપીને બાળાત્કારી આરોપી જગુભાઈ જગભાઈ વાધરીને ભરૂચ એડી.એન્ટ.ડી.સેશન્સ કોર્ટ 10 વર્ષની સખત સજા તેમજ રૂ.3 લાખ ભોગ બનનાર સગીર છોકરીને વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
બનાવની વિગત અનુસાર ભૃગુરૂષિ મંદિર ખાડી વિસ્તારમાં પોતાની માતા સાથે રહેતી સગીર વયની છોકરીને તેના જ ફળિયામાં રહેતો જગુભાઈ જગભાઈ વાધરીએ તા.27/09/2019 ના રોજ આરોપી પોતાની સાથે જબરજસ્તી સંબંધ બાંધવા સગીર છોકરીને ધાક-ધમકી આપી પટાવી ફોસલાવીને ખેચી જઇ પગુથન ગામની સીમમાં લઈ જઈને બળજબરી પૂર્વક બાળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ગભરાયેલી સગીર વયની યુવતી પોતાની માતાને સંપૂર્ણ આપવીતી સંભળાવી હતી અને ત્યારબાદ આ આરોપી વિરુદ્ધ ભોગ બનનારની માતાએ ‘એ’ ડીવિઝન પોલીસ સ્ટેશને ગુન્હો નોંધાયો હતો. જેમાં ઇ.પી.કો ની કલમ 363, 366, 376 તથા ધી પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફોર્મ સેક્સ્યુલ ઓફેન્સીસ એક્ટ 2012 ની કલમ-4 મુજબનો ગુનો ‘એ’પોલીસ સ્ટેશને નોંધાયો હતો. સદર ગુનાના કામે આરોપીની ધરપકડ કરી ભરૂચના એડિશનલ એન્ટ ડી.એ. જજની એસ.વ્યાર સાહેબની કોર્ટ સમક્ષ કેસ ચાલી જતાં આરોપી જગુભાઈ જગભાઈ વાધરીને ભરૂચની કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા આપી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : શહેર પોલીસે ચોરીના લોખંડના ભંગાર સાથે બે ઈસમ સહિત ઈકો કાર ઝડપી પાડી

ProudOfGujarat

राजकुमार हिरानी की संजू ने बजरंगी भाईजान को पछाड़ा, बनी बॉलीवुड की चौथी सबसे ज़्यादा कमाई करने वाली फ़िल्म!

ProudOfGujarat

નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર દિવ્યાંગ દયારામ વસાવાના પરિવારજનોને એનાયત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!