ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત દાંડીથી સાબરમતી સુધીની ગાંધી સંદેશયાત્રા ગત રોજ સુરત જિલ્લામાથી ભરૂચ જીલ્લામાં આવી પહોચતાં હાંસોટ તાલુકાનાં સાહોલ ગામ પાસે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દાંડીથી સાબરમતી સુધીની ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરાયેલ હોય અને ગાંધી સંદેશ યાત્રા સુરત જિલ્લામાથી ભરુચ જિલ્લા પ્રવેશ કરતાં ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાહોલ ગામ પાસે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા માજી કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરી, કોંગ્રેસ સમિતિના સેક્રેટરી મોહંતી ગાંધી સંદેશ યાત્રાનું વહન કરી યાત્રા લઈ આવી પહોચતાં જે સંદર્ભે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ નિષ્ફળ નીવડેલી ભાજપ સરકાર પર આકરા આક્ષેપ અને પ્રહાર કર્યા હતાં. દાંડી માર્ગ પર ગ્રામજનો દ્વારા પણ યાત્રાનું સ્વાગત કરાયું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત ગાંધી સંદેશ યાત્રાનું ભરૂચ જીલ્લામાં આગમન : ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત
Advertisement