નર્મદાનું જળસ્તર 33 ફૂટને આંબે તેવી સંભાવના..ભરૂચ તંત્ર એલર્ટ
નર્મદા નદીએ ફરી એકવાર રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ભરૂચના કાંઠા વિસ્તાર તેમજ નીચાણવાળા ગામોને એલર્ટ પાર રાખવા સાથે ટી.ડી.ઓ,મામલતદાર,એસ.ડી.એમ સહિત સમગ્ર તંત્ર દોડતું થયું છે
નર્મદાજીલ્લા કલેક્ટરે આજરોજ સાંજે ચાર કલાક સુધી આઠ લાખ કુયુસેક કરતા વધુ પાણી છોડવામાં આવશે તેવી જાહેરાત ના પગલે ભરૂચ તંત્રએ ખડેપગે થઈ ગંભીર નોર્થ લીધી છે.નીચાણવાળા વિસ્તારના લોકો ને સલામત સ્થળે ખસેડવા હુકમ કરાય છે.ભરૂચજિલ્લા તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના સરફુદીન,ખાલપીયા ગામમાંથી ૪૦૦ જેટલા લોકો ને સલામત સ્થળે ખસેડાયા તથા જુના છાપરા ગામ માંથી લાગભ ૧૫૦ જેટલા લોકો ને સલામત સ્થળે પોલીસ દ્વારા ખસેડાયા છે હાલમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા ની જલસપાટી ૩૦ફૂટ છે જે 33 ફૂટ થાય તેવી શક્યતા છે હાલ નર્મદામાં પુર ના પગલે તારાજી ના દ્રષ્યો સર્જાય રહ્યા છે .કાંઠાવિસ્તારમાં અને ફૂર્જા વિસ્તારમાં હોડીઓ ફરતી થઈ જોવા મળે છે