ભરૂચમાં વરસાદના પગલે રોડનું ધોવાણ થઈ જતાં રોડ ઉપર ઠેર-ઠેર ખાડા અને તેના સમારકામ માટે નંખાયેલ ગ્રેવલ સમગ્ર ભરૂચ શહેરમાં લોકોની સમસ્યા બન્યા છે. આ નાના ગ્રેવલને કારણે કેટલાય લોકો બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થઈ અને અકસ્માતનો ભોગ બને છે. વળી આ ગ્રેવલ કોઈ ગાડીના વ્હીલમાં ફસાઈને ઉછળે છે તો અન્ય રાહદારીને ઇજા પોહચાડે છે તેવા જ એક કિસ્સામાં આજ રોજ ઝાડેશ્વર નજીક રોડ ઉપર ભરૂચ તરફ આવતા એક સિવિલના કર્મચારીને ગ્રેવલ આંખમાં વાગતાં આંખમાં ગંભીર ઇજા થયેલ છે. આમ રોડ-રસ્તાથી ભરૂચની પ્રજા ત્રાહિમામ પોકારીની વિકાસના નામે છેતરાયા હોવાનું અનુભવી રહી છે અને સરકાર સામે ન લખાય તેવા શબ્દોમાં આક્રોશ વ્યક્ત કરી રહી છે. સમગ્ર ભરૂચમાં ”જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં ખાડા નજર પડે” તેવી પરિસ્થિતી હોવા છતાં ધૃતરાષ્ટ્ર તંત્રને દેખાતા ન હોવાથી પ્રજા કંટાળી ગઈ છે અને સોશિયલ મીડિયાથી લઈ વાતચીત સુધી ભરૂચના ખાડાના પ્રશ્ને ચર્ચા જન્માવી છે. સાથોસાથ વરસાદ બંધ થ્ય બાદ રસ્તાની યોગ્ય સાફ સફાય ન થતાં ઊડતી ધૂળની ડમરીથી પણ ભરૂચના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
રોડ પર ઊડતી ડમરીઓથી પ્રજ ત્રસ્ત :
Advertisement