ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા તમામ રસ્તાઓ બિસ્માર, ખડામય અને જીવલેણ બની ગયા હોય જેથી શેરપુરા, કંથારીયા તથા સોસાયટી વિસ્તારના તમામ લોકોની લાગણી અને માંગણી સાથે આજે ભરૂચ ક્લેક્ટરશ્રી એમ.ડી.મોડીયા સાહેબને રસ્તાના નવીનીકરણની અપેક્ષા સહ રજૂઆત કરવામાં આવી છે.
ભરૂચના દેહગામ ચોકડીથી શેરપુરા, શ્રવણ ચોકડી, જંબુસર ચોકડીથી ભરૂચ રેલ્વેસ્ટેશન તેમજ બાયપાસ ઓવરબ્રિજ નીચેનો સર્વિસ રોડ સહિતના તમામ રસ્તાઓ તદ્દન ભંગાર અને બિસ્માર હાલતમાં હોવાથી છાશવારે અકસ્માત સર્જાતા હોય છે અને તંત્રની લાપરવાહીના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા છે. વળી, ચોમાસાં દરમિયાન આ સમગ્ર રસ્તાઓનું ધોવાણ થયેલ હોય અત્યંત ખરાબ હાલત હોવાથી આ વિસ્તારની શૈક્ષણીક સંસ્થાઓમાં આવતા-જતાં વિધાર્થીઓ માટે પણ જોખમ અને કાયમી સમસ્યા બની ગયેલ છે. આ વિસ્તારમાં અસંખ્ય સ્કૂલો, આઇ.ટી.આઇ હોસ્પિટલો અને એ.પી.એમ.સી આવેલ હોવા છતાં આ વિસ્તારના રસ્તાઓની ઘોર ઉપેક્ષા થઈ રહી છે.
વળી, આ રસ્તા ઉપરથી વિલાયત જી.આઇ.ડી.સી, દહેજ જી.આઇ.ડી.સી, ગંધાર જી.આઇ.ડી.સી, મીઠાના અગરો જેવા ઔધોગિક એક્મના અસંખ્ય વાહનો પસાર થતાં હોય છે જેથી આ તમામ રસ્તાના નવીનીકરણ માટે આ વિસ્તારના લોકોએ ક્લેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરેલ છે.
પશ્ચિમ વિસ્તારને જોડતા તમામ માર્ગોનું નવીનીકરણ કરવા ભરૂચ ક્લેક્ટરને રાવ
Advertisement