વિદેશમાં મોકલવા નાં બહાને નાણાં લઈ ટ્રાવેલ એજન્ટ એ વિઝા મેળવી આપેલ નહીં તેમજ કામ નહીં થતાં નાણાં પરત આપવા પેમેન્ટ પેટે આપેલાં ૧૦.૫૦ લાખ નો ચેક રિટર્ન કેસ માં આરોપી ને એડિશનલ ચીફ જુયુડિસિયલ મેજિસ્ટેટ રામેશ્વર મીરાણીએ આરોપી ને ગુના માં દોષિત ઠેરવી ૬ માસ ની કેદ અને ૫.૧૪ લાખ વળતર ચૂકવા હુકમ કર્યો હતો.આરોપી સમય મર્યાદા માં વળતર ની રકમ નાં ચૂકવે તો વધું ત્રીસ દિવસ સજા નો હુકમ કર્યો છે.
પાલેજ તાલુકો ભરુચ માં રહેતાં ફરિયાદી રફીક અહમદ અબ્દુલ રહીમ શેખ વર્ષ ૨૦૧૪ માં વર્તમાનપત્ર માં પ્રસિદ્ધ જાહેરાત નાં આધારે પોતાનાં પુત્ર ને વિદેશ પોલેન્ડ મોકલવા આરોપી ઈબ્રાહીમ મોહંમદ લોટિયા રહે.૬૩/૧ અહમદ નગર મનુબર ચોકડી,ભરુચ નો સંપર્ક કર્યો હતો. તેઓ નાં પુત્ર તેમજ તેમનાં અન્ય બે ઓળખીતા નાં પુત્રો એ મળી પોલેન્ડ ખાતે નોકરી માટે વિઝા તેમજ ટ્રાવેલ ખર્ચ નાં પસેન્જર દીઠ ૩.૮૦ લાખ નક્કી કરેલ જે પછી ત્રણ નાં કુલ ૧૧.૪૦ લાખ ની રકમ જમાં કરાવી હતી ત્યાર બાદ આરોપી એ બહાનું કાઢી હાલ માં પોલેન્ડ નાં વિઝા મેળવવા માં તકલીફ છે. અમેરિકા નાં એચ-૧ બી વિઝા સારા છે.એમ કહી અમેરિકા નાં વિઝા મેળવવા ફરીથી પેસેન્જર દીઠ ૮૭.૦૦૦. ની રકમ મળી ૨.૬૧.૦૦૦/ની રકમ અલગ થી ચૂકવી આપેલ હતી. ફરિયાદી નાં પુત્ર અને તેના મિત્રો ના મળી કુલ ૧૪.૦૧ લાખ ની રકમ આરોપી ને ચૂકવી આપી હતી. તે પછી આરોપી એ વિઝા મેળવી આપેલ નહિ.વિદેશ મોકલવા નું કામ થઈ શકશે નહીં.આથી ફરિયાદી એ ચૂકવેલી રકમ પરત મેળવવા માંગણી કરતાં આરોપી એ ૧૦.૫૦ લાખ નો ચેક આપ્યો હતો.જેનાં પેમેન્ટ પેટે આપેલ ચેક પરત થતાં કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ ની અંતિમ સુનાવણી ચાલી જતાં કોર્ટે રેકોર્ડ ઉપર નાં પુરાવા તથા ફરિયાદ પક્ષ ની રજૂઆતો ને માન્ય રાખી આરોપી ઇબ્રાહિમ મોહંમદ લોટિયાને ગુના માં દોષિત ઠેરવી ઉપરોક્ત કેદ તથા વળતર ની સજા ફટકારી હતી.ફરિયાદી તરફે પાલેજ નાં વિધવાન વકીલ રફીક.એચ.સૈયદ હાજર રહ્યાં હતાં.
ચેક બાઉન્સના કેસમાં ટ્રાવેલ એજન્ટ ને છ મહિનાની કેદ
Advertisement