ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન કથાનું આયોજન કરાય છે.ચાલુ સાલે ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.તા.૨-૯ નારોજ શોભાયાત્રા ની સાથે મહોત્સવ ની શરુઆત થશે.ગણપતિ ઉત્સવ અંતર્ગત દરરોજ બપોરે ગણપતિ દાદાનો થાળ તેમજ સવાર સાંજ આરતી થશે.તા.૪ થી ૧૦ દરમિયાન રોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કથા થશે.જેમાં ધર્મેશભાઇ જોષી વ્યાસ પીઠ પર બિરાજમાન થઇને શ્રધ્ધાળુઓ ને કથારસ નું પાન કરાવશે.૭ મી તારીખે સાંજે ૪ કલાકે રાજપારડી ના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ને ઇનામ આપવામાં આવશે.દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવે છે.૧૧ મી તારીખે સવારે ૯ વાગ્યે સત્યનારાયણ ની કથા રાખવામાં આવી છે.અને ૧૧ વાગ્યે જાહેર ભંડારા નું આયોજન કરાયુ છે.૧૨ મી તારીખે સવારે ૧૦ વાગ્યે ગણપતિ દાદાના વરઘોડાનો કાર્યક્રમ યોજાશે.આમ રાજપારડી નગર ઉપરાંત પંથકના ગામોમાં ગણપતિ મહોત્સવ ની ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરાશે.
રાજપારડી બજાર યુવક મંડળ આયોજિત ગણપતિ મહોત્સવમાં કથાનું આયોજન
Advertisement