ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વેલુગામ ગામે પ્રા.શાળામાં સી.આર.સી.કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.ડાયેટ ભરુચ આયોજિત આ પ્રદર્શન માં શાળાની બાળાઓએ સ્વાગત ગીત અને અભિનય ગીત થી સહુનું અભિવાદન કર્યુ.આચાર્ય સરોજબેને પ્રસંગોચિત પ્રવચન કરી સહુને આવકાર્યા.આ કાર્યક્રમ માં ગામના ઉપ સરપંચ મહેન્દ્રસિંહ પાંજરોલીયા,સી.આર.સી.કો.ઓ.દિલીપસિંહ ઘરીયા,ગ્રુપ શિક્ષક દિનેશભાઇ સોલંકી તેમજ અન્ય શાળાઓના શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.આમંત્રિત મહેમાનોનું ફુલહાર થી સ્વાગત કરીને પ્રદર્શન ને ખુલ્લુ મુકવામાં આવ્યું.પાંચ વિભાગમાં રજુ થયેલી કુલ ૨૧ જેટલી કૃતિઓ ઉપસ્થિત અગ્રણીઓ તેમજ ગ્રામજનો એ ઉત્સાહથી નિહાળી.નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ ૫ કૃતિઓને પ્રોત્સાહિત ઇનામ અપાયા.આ પાંચ કૃતિઓમાં વિભાગ ૧-કૃષિ અને સજીવ ખેતી માં પ્રા.શાળા અશા,વિભાગ ૨-સ્વાસ્થય અને સ્વચ્છતા માં પ્રા.શાળા મોટા વાસણા,વિભાગ ૩-સંસાધન અને વ્યવસ્થાપન માં પ્રા.કુમાર શાળા પાણેથા,વિભાગ ૪-ઔદ્યોગિક વ્યવસ્થાપન માં પ્રા.શાળા ઇન્દોર અને વિભાગ ૫-પરિવહન અને પ્રત્યાયન માં પ્રા.કન્યાશાળા પાણેથા ની પસંદગી થઇ હતી.ગ્રામજનો અને વિદ્યાર્થીઓ એ પ્રદર્શન રસ પૂર્વક નિહાળીને બાળકોએ રજુ કરેલ વિવિધ કૃતિઓને બિરદાવી હતી.મદદનીશ શિક્ષકો મહેન્દ્રસિંહ,વૈશાલીબેન,કિર્તિબેન અને શૈલેષભાઇએ આમંત્રિત અગ્રણીઓ અને ગ્રામજનો નો આભાર માનીને કાર્યક્રમ ને સંપન્ન કર્યો હતો.
વેલુગામ પ્રા.શાળામાં સી.આર.સી.કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.
Advertisement