ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક માં ૪ ઈંચ થી વધુ વરસાદ ખાબકતા સમગ્ર શહેર માં જળ બંબાકાળ ની સ્થિતિનું નિર્માણ થયું હતું…જ્યારે શહેર ના પશ્ચિમ વિસ્તારમાં ઇદ ગાહ નજીક આવેલ ગેલા ની કુવા તળાવ ભારે વરસાદ વચ્ચે ફાટતા પોલીસ હેડ ક્વાર્ટર તરફ જતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા તેમજ આસપાસ ના કબ્રસ્તાન નજીક પાણી નો ભરાવો થયો હતો……..
ભારે વરસાદી માહોલ વચ્ચે ગેલાની તળાવ ના પાણી અજુબાજુ વસતા લોકો ના મકાનો નજીક પહોંચતા અને સાંપ જેવા જીવ નીકળી આવી દેખાઈ આવતા લોકોમાં એક સમયે ભય નો માહોલ સર્જાયો હતો…જોકે સદનસીબે પાણી ઓસરી જતા લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો..તેમજ સમગ્ર મામલા અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના તંત્રને કરવામાં આવી હતી……..