ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે આવેલ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો હતો યોજાયેલ ગણિત-વિજ્ઞાન મેળા માં વણાકપોર,રાજપારડી,પીપોદરા અવિધા,રતનપુર,જુના માલજીપુરા,સમરપરા,ભીલવાડા સાકરીયા,સીમોદરા,શબ્દ વિદ્યાલય પ્રાણીની પ્રજ્ઞા પરબ રાજપારડી મળીને કુલ ૧૪ શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વણાકપુર પ્રાથમિક શાળામા શાળા કક્ષાનો 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા આજે ગણિત વિજ્ઞાન મેળાનું પ્રદર્શન કર્યું હતું જેમાં મા 25 કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં વાયરલેસ પાવર,ઓટો પાવર બલ્બ,હાઈડ્રોલિક જેસીબી વગેરે કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું શાળાના વિદ્યાર્થીઓએ પ્રદર્શનમાં અલગ-અલગ પ્રકારની પોતાની જાતે તેમજ શાળાના શિક્ષકો ની મદદથી કૃતિઓ બનાવી તેને પ્રદર્શનમાં રજૂ કરેલ કૃતિઓ કેવી રીતે ચાલે તે શું ઉપયોગ લાગે તેની સમજ શાળાના વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળવા આવેલ તમામને બતાવી હતી.
યોજાયેલ પ્રદર્શન નિહાળવા શાળાના 250 વિદ્યાર્થીઓ વાલી મિત્રો અને અલગ અલગ શાળાએથી પધારેલા ૫૦ શિક્ષકો શાળાના આચાર્ય કેતુ બેન પટેલ સી.આર.સી તરફથી પધારેલ શૈલેષભાઈ વસાવા ગ્રુપ આચાર્ય જ્યોતિબેન પટેલ અને વણાકપોર ગામ પંચાયતના સરપંચ મીરાબેન વસાવા એ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો પ્રદર્શનમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીને શાળા દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા.
ઝઘડિયાના વણાકપોર ગામે પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો
Advertisement