Proud of Gujarat
FeaturedGujaratINDIA

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાના ટ્રસ્ટ ભરૂચ દ્વારા પવિત્ર શ્રાવણ માસનાં છેલ્લા દિવસે ડૉ. આંબેડકર હૉલ ખાતે બહેનો માટે ભજન સ્પર્ધાનું આયોજન

Share

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરુચ દ્વારા પવિત્ર શ્રાવણ માસનાં છેલ્લા દિવસે ડો.આંબેડકર ભવન હોલ ખાતે બહેનો માટે ભજન સ્પર્ધા નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ભરૂચ જિલ્લામાંથી ૨૪ ભજન મંડળો એ ભાગ લીધો હતો અને આ ભજન મંડળોએ ભજનની રમઝટ દ્વારા આખું વાતાવરણ આનંદની સાથે ભક્તિમય બનાવી દીધું હતું. મુખ્ય મહેમાન તરીકે ભરૂચ નગરપાલિકા ના પ્રમુખ સુરભિબહેન તંબાકુવાલા, અંકલેશ્વરનાં શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન ગણેશભાઈ અગ્રવાલ,ઝાડેશ્વર જિલ્લા પંચાયતના સદસ્ય શૈલાબહેન પટેલ,સમાજ સેવિકા જસુબહેન પરમાર,સામાજિક સમરસતા અને માં રેવા નિર્મલ પ્રવાહ સમિતિ ના પ્રણેતા પરમપૂજ્ય શ્રી મુકતાનંદ સ્વામી એ આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન તથા આર્શિવચન આપેલ હતું .નિર્ણાયક તરીકે દિપકભાઇ દશાડીયા તથા હંસાબેન પંચાલે સેવા આપી હતી તેમજ સંસ્થાના સ્થાપક હેમાબહેન પટેલ તથા પ્રકાશચંદ્ર પટેલ, સંસ્થાના પ્રેસિડન્ટ બીનાબેન શાહ તથા કમલભાઇ શાહ, સંસ્થાની તમામ બહેનોના અથાગ પરિશ્રમ થી પ્રોગામ સફળ રહ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે ચાલતા ગેસ રીફીલિંગ કૌભાંડનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાંચ દ્વારા ત્રણની ધરપકડ

ProudOfGujarat

અંકલેશ્વરમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ…

ProudOfGujarat

ભરૂચ રાજપિપળા વચ્ચે વધુ લોકલ એસ.ટી બસ સેવા સઘન બનાવવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!