શ્રી ભરૂચ જિલ્લા આદર્શ સમાજ સેવા મંડળ, માંગરોળ સંચાલિત શ્રી નર્મદા કોલેજ ઓફ એજયુકેશન, માંગરોલ ખાતે તા: 27/08/2019 ના રોજ નવી શિક્ષણ નીતિ અંગેની ચર્ચા અને જિલ્લા નવ નિયુક્ત આચાર્યશ્રીઓનો સત્કાર સમારંભનો કાર્યક્ર્મ યોજાયો. જેમાં ભરૂચના સંસદ સભ્યશ્રી મનસુખભાઇ વસાવા, ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખશ્રી ભાસ્કરભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.નીપાબેન પટેલ, દક્ષિણ ઝોન- 1 ના મહામંત્રી તથા યજમાન ટ્રસ્ટના મંત્રીશ્રી મહેશભાઇ પટેલ, આચાર્ય સંધના પ્રમુખશ્રી રાજુભાઇ તેમજ ટ્રસ્ટનાં પ્રમુખશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નિવૃત આચર્યશ્રીઓ-સંચાલકો તથા જિલ્લાના નવ નિયુક્ત આચર્યશ્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્ર્મ યોજાયો. જેમાં મોટી સંખ્યામાં સહુ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્ર્મ્નો શુભારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરી સંસ્થાના ટ્રસ્ટીશ્રી મહેશભાઇ પટેલ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોના પરિચય આપી સહુને આવકારવામાં આવ્યા. મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્તો આપી સ્વાગત કરવામાં આવ્યું. બી.આર.ડબલ્યુ કોલેજ, માંગરોળમાં ચાલુ વર્ષ પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને પ્રવેશપત્ર આપવામાં આવ્યા. ત્યારબાદ જિલ્લાના નવ નિયુક્ત આચાર્યશ્રીઓનો સત્કારનો કાર્યક્ર્મ યોજાયો. જેમાં મહાનુભાવો દ્વારા નવ નિયુક્ત આચર્યશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું.
ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખશ્રી ભાસકારભાઈ પટેલ દ્વારા નવી શિક્ષણણિતી અંગેની સરળ સમજૂતી આપવામાં આવી. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નવ નિયુક્ત આચાર્યશ્રીઓને આવકારવામાં આવ્યા. ત્યારબાદ સંસદશ્રી મનસુખભાઇ વસાવાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં નવનિયુક્ત આચાર્યશ્રીઓને પોતાની જ્વાબદારીઓ અંગે સચેત રહેવા જણાવ્યુ. અંતમાં, નિવૃત આચર્યશ્રી બાલુભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી. કાર્યક્રમ બાદ મહાનુભાવો દ્વારા કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું .
બી. એડ. કોલેજ, માંગરોલ ખાતે નવી શિક્ષણ નીતિ અંગેની ચર્ચા અને નવ નિયુક્ત આચાર્યશ્રીઓનો સત્કાર સમારંભ યોજાયો
Advertisement