ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ફરી એકવાર નર્મદા નદી બંને કાંઠે થતાં ભરૂચીવાસીઓમાં આનંદની લાગણી ફેલાય છે અને લોકો નદીનાં દ્રશ્યો નિહાળવા ઉમટી પડ્યા હતાં.
નદીમાં જળસ્તર 27 ફૂટની સપાટીએ પહોચતાં નીચાણવાળા વિસ્તાર અને કાંઠાના ગામોને તંત્ર દ્વારા એલટૅ કરાયા છે અને પૂરના પગલે કાંઠાના વિસ્તારનાં સરવુદ્દીન, ખલપીયા, તરિયા, ધંતૂરિયા જેવા ગામોને ખેતીનાં પાકમાં વ્યાપક નુકસાન થવા પામેલ છે. ડેમના દરવાજા બંધ કરાતા જળસ્તર વધે તેવી શક્યતા નહિવત છે.
Advertisement