ભરૂચની નર્મદા કોલેજમાં M.COM પાર્ટ-1 માં થયેલ નવા એડમિશનમાં 20 થી વધુ વિધાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું હોય વિધાર્થીઓની પડખે Nsul દોડી આવી વિધાર્થીઓની તરફેણમાં નર્મદા કોલેજ મેનેજમેન્ટ, મેનેજીંગ ડિરેક્ટર GNFC, કલેક્ટરશ્રી ભરૂચ અને ગુજરાતનાં શિક્ષકમંત્રીને લેખિત રજુઆત કરી વિધાર્થીઓના હિતમાં નિર્ણય લેવા જણાવેલ છે.
M.COM પાર્ટ-1 ના વિધાર્થીઓ દ્વારા રજીસ્ટ્રેશન ફી ભરી એડમિશન ક્ન્ફોર્મ કરાવી લીધું હોવા છતાં વિધાર્થીઓનું એડમિશન યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવતા આ વિધાર્થીઓનું ભવિષ્ય ડામાડોળ બનાવ્યું હોવાનું જણાવી Nsul એ આ વિધાર્થીઓને ખાલી પડેલ સીટ પેર ફરી એડમિશન આપવા ઉગ્ર રજુઆત કરવામાં આવી છે અને જો આ અંગે તાકીદે કોઈ નિર્ણય ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
વધુમાં Nsul દ્વારા કોલેજમાં વિધાર્થીઓને પાર્કિંગ બાબતે પણ સમસ્યાનો સામનો કરવો પડતો હોય અને પાર્કિંગ સમસ્યાના કારણે વિધાર્થીઓ અવારનવાર અકસ્માતનો ભોગ બનતાં હોય જેથી પાર્કિંગની સમસ્યા પણ તાત્કાલિક ધોરણે હલ કરવા રજૂઆત કરેલ છે.
વિધાર્થીઓનું ભાવિ અંધકારમય બનાવવા બાબતે Nsul ની નર્મદા કોલેજ મેનેજમેન્ટને રજુઆત
Advertisement