Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજા ઉત્સવની ઉજવણીનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થયો, શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ચાલનારા મેઘરાજા ઉત્સવમાં ભોઇ, ખારવા તેમજ વાલ્મિકી જ્ઞાતિના લોકો દ્વારા કાઢવામાં આવતી છડીયાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે.

Share

ભરૂચ શહેરમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ભોઇ સમાજ દ્વારા ઉજવાતો મેઘરાજા ઉત્સવ સાથે પ્રાચિનકાળની દંતકથા વર્ણાવેલી છે. આ દંતકથામાં છપ્પનિયા દુષ્કાળના પહેલાંના ભયંકર દુષ્કાળ સમયની છે. ફૂરજા બંદરે અંદાજે 250 વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનુ વિધીવત પૂજન કરાયુ હતું. જો જળદેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહિ‌ થાય તો ભાઇ સમાજના વડવાઓએ મૂર્તિ‌ને નષ્ટ કરવાની ઘોષણા કરવા સાથે જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવા સાથે જળદેવતાએ અમૃતવર્ષા કરી હતી.ત્યારથી અષાઢ વદ અમાસની રાત્રે મેઘરાજની માટીની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ સમુહ વચ્ચે શ્રધ્ધા અને ભકિતરૂપે ઉજવવામાં આવે છે. આ મેળો ‘મેઘમેળો’ કે મેઘરાજા ના મેળા તરીકે ઓળખાય છે. તેની પુર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજાની પ્રતિમાને સાંજે નર્મદા ના પવિત્ર જળમાં વિસર્જીત કરી કરવામાં આવે છે.

મેઘરાજાની માટીની પ્રતિમા શિલ્પકળાના બેનમુન સુંદર નમુના રૂપ અજોડ છે.આશરે સાડાપાંચ ફુટ ઉંચી અને ચાર થી ત્રણ ફુટની પહોળાઇથી માનવ આકતિમાં મૂર્તિ‌ને બે પગની પલાઠી બનાવી બંન્ને હાથ પગના ઘુંટણ પર મુકી ધ્યાનસ્થ સ્થિતિમાં બનાવવામાં આવે છે. મેઘરાજાની પ્રતિમાંની વિશેષતા છે કે દરેક વર્ષે અલગ અલગ શિલ્પકારો દ્વારા મેઘરાજાની પ્રતિમાં તૈયાર કરાતી હોવા છતાં તેની મુખાકતિમાં કોઇ ફરક આવતો નથી તે તેનુ મહત્વ છે.મેઘરાજાની પ્રતિમાને સુંદર અભુષણોથી સુશોભિત કરવામાં આવે છે.મૂર્તિ‌ના માથા પર ફેણીદાર નાગ ગોળ પાઘડી ફરતે વીટળાયેલ હોય છે. આશ્ચર્યની વાત એછે કે અસલ કારીગરોનું હાલ અસ્તિત્વ ન હોવા છતાં નવયુવાન કારીગરોથી પણ પ્રતિ વર્ષ મુખાકતિ એકજ પ્રકારની અને એકજ ભાવદર્શક ઉદભવે છે. સાતમથી દશમ સુધી ભરાનારા સાતમ, આઠમ, છડીનોમ અને મેઘરાજાના ઉત્સવને અનુલક્ષી લોકોમાં થનગનાટ જોવા મળ્યો છે. સાતમ, જન્માષ્ટમી, છડી નોમ, મેઘરાજા ઉત્સવ નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશો જારી કરવામાં આવ્યા છે.

Advertisement

ઘોઘારાવ પોતાની માતા અને રાણીનાં અત્યંત કલ્પાંતથી વર્ષમાં શ્રાવણ વદ સાતમથી નોમ ચાર દિવસ સુધી સષ્ટિ પર આવે છે અને આ દિવસોએ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દેવી પુરુષનું પ્રતિક છડી છે. છડીએ તેની માતા બાછળનું રૂપ છે છડીને ફરતે લાલ કસુંબો કે રેશમી લાલ કાપડ લગાડવામાં આવે છે. અને ખેસ બાંધવામાં આવે છે છડીને વદ નોમને દિવસે ધામધૂમપૂર્વક કાઢી અધ્ધર ચકીને ઝુલવવામાં આવે છે. અંદાજે 30 થી 40 ફૂટ ઊંચી છડીને હાથ, છાતી,કપાળ, મોંથી ઝુલાવનાર સૌ કોઇને જોઇ લોકો દિગ્મૂગ્ધ રહી જાય છે.


Share

Related posts

અંકલેશ્વર ટાઉનહોલ માં પાણી ભરાવવા મુદ્દે જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ….

ProudOfGujarat

અમદાવાદ શહેરમાં કરાશે ટ્રાફિક ડ્રાઈવ-રોડ પરનાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે-ચંડોળા ચોકીથી ઈસનપુર ચાર રસ્તા સુધી ડ્રાઈવ કરાશે…

ProudOfGujarat

વલસાડના મોગરાવાડી માનસીક બીમાર માતાની છ વર્ષની બાળકી સાથે શૌચાલયમાં બળાત્કાર લોકોએ લમધારીને નરાધમને પોલીસ હવાલે કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!