ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નીલકંઠડેશ્વર મંદિર ના નદી કિનારા વિસ્તારમાં શ્રધ્ધાળુઓ દર્શનાથે આવ્યા હતા જ્યાં કિનારા પાસે એક યુવક અને યુવતીનો મૃતદેહ પડેલો જોઇ શ્રધ્ધાળુઓએ મંદિર ના સંચાલકો અને આસપાસ ઉભેલા વ્યક્તિઓને જાણ કરતા તેઓએ મામલા અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી
ભરૂચ પોલીસના કાફલા એ સ્થળ પર દોડી જઇ મામલા અંગેની તપાસ કરતા બે મૃતદેહો નજીક થી એક બેગ તેમજ ઈંગ્લીશ શબ્દોમાં લખેલ એક સ્યુસાડ નોટ તેમજ આધાર કાર્ડ જેવી વસ્તુઓ મળી આવી હતી,સ્યુસાઇડ નોટ માં “અમે રાજી ખુશીથી જીવન ટૂંકાવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.ચિઠ્ઠી માં પરિવાર માં ત્રણ સભ્યોમાં તેઓની માતાના નામનો ઉલ્લેખ હોય અને બે ભાઈ.બહેન ના મૃતદેહ મળ્યા હોય પોલીસ માતા ના મૃતદેહની શોધ ખોળ હાથ ધરી હતી …
પોલીસ ની પ્રાથમિક તપાસ માં અને ઘટના સ્થળ પરથી મળેલા પુરાવાના આધારે તપાસ કરતા મૃતકો વલસાડ જિલ્લાના ધરમપુર રોડ પર આવેલ અબ્રામા વિસ્તારની સુંદરવન સોસાયટીમાં રહેતી મહિલા રંજન દોલતરાય સાગર.તેમની પુત્રી મૌસમી સાગર ઉ.૪૧ તેમજ પુત્ર રામકુમાર સાગર ઉ.૨૫ વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું.
હાલ ભરૂચ પોલીસે ભાઈ.બહેન ના મૃતદેહ નો કબ્જો લઇ તેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી સ્થળ ઉપર માતા રંજન બેનના મૃતદેહ ની શોધખોળ આરંભી મામલા અંગેની તપાસ હાથધરી છે