માલિકે પરપ્રાંતિય કામદારોની સ્થાનિક પોલીસ સ્ટેશને નોંધ કરાવી ન હતી
ભરૂચ.
ભરૂચ એસઓજીની ટીમ દ્વારા એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ પરપ્રાંતિય મજૂરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અલગ અલગ ટીમો દ્વારા જિલ્લામાં અલગ અલગ સ્થળે ચાલતાં ઇંટોના ભઠ્ઠા પર ચેકિંગ હાથ ધરી હતી.
પીઆઇ એ. એ. ચૌધરી તેમજ તેમની ટીમના એએસઆઇ રવિન્દ્રભાઇ, હેકો શૈલેષભાઇ તેમજ પોકો સુરેશભાઇ, ગુફરાનભાઇ તેમજ વિપુલભાઇએ ડાભા ગામની સીમમાં ચાલતાં 8 ઇંટોના ભઠ્ઠામાં તપાસ કરી હતી. જેમાં શ્રમજીવી તરીકે કામ કરતાં પરપ્રાંતિય કામદારો પૈકીના કેટલાંક કામદારોની નોંધ સ્થાનિક પોલીસ મથકે કરવામાં આવી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના પગલે તેમણે આઠ ઇંટોના ભઠ્ઠા શ્રી ગણેશ બ્રીક્સ, કિશન બ્રીક્સ, હીરા બ્રીક્સ, ડી. કે. બ્રીક્સ, શક્તિ બ્રીક્સ, બ્રીક્સ, ટાટા બ્રીક્સ તેમજ પિહુ બ્રીક્સ સામે સ્થાનિક પોલીસ મથકે જાહેરનામા ભંગના ગુના નોંધ્યા હતાં.