Proud of Gujarat
bharuchCulturedharm-bhaktiEducationEntertainmentFeaturedGENERAL NEWSGujaratINDIATop NewsUncategorized

સંસ્કાર વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓએ વિશ્વ કલા દિવસે શાળાની દિવાલો પર અદભૂત ચિત્રો દોર્યાં

Share

ભરૂચ.

વિશ્વ કલા દિવસ ના અવસરે, સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન માં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા શૈલીઓનું સુંદર પ્રદર્શન કર્યું, જેમાં વર્લી ,મધુબની, અને કલમકારી જેવી લોકકલા શૈલીઓનો સમાવેશ થયો.

Advertisement

વિદ્યાર્થીઓએ શાળાના દિવાલો પર આ લોકકલા શૈલીઓ દ્વારા ચિત્રાંકન કર્યું, જેમાં દરેક ચિત્રમાં તેમની સર્જનાત્મકતા અને ભારતીય કલા પરંપરાઓ પ્રત્યેનો ગૌરવ સ્પષ્ટ જોવા મળ્યો. આ પ્રવૃત્તિ દ્વારા શાળાના પરિસરમાં કલાત્મક વાતાવરણ સર્જાયું અને વિદ્યાર્થીઓમાં કલા પ્રત્યેનો રસ અને સંસ્કૃતિ પ્રત્યેનો અભિમાન વધારવામાં સહાયક બન્યું.

આ ઉજવણીમાં શાળાના શિક્ષકો અને સંચાલકોની પણ સક્રિય ભાગીદારી રહી. તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને તેમના પ્રયત્નોને પ્રોત્સાહન આપ્યું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટીમ વર્ક, સહકાર અને પરંપરાગત કલાઓ પ્રત્યેની સમજ વધારવામાં આવી.

વિશ્વ કલા દિવસની આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓને તેમની અંદરની સર્જનાત્મકતા વ્યક્ત કરવાની તક મળી અને ભારતીય કલા પરંપરાઓ પ્રત્યેનો ગૌરવ અનુભવવાની તક મળી. આ કાર્યક્રમને શાળાના તમામ સભ્યો દ્વારા ખૂબ જ સરાહના મળી.


Share

Related posts

સુરત સૈયદપુરા અલહસન એપાર્ટમેન્ટના પહેલામાળે આવેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી 40,000 જેટલા મત્તાની ચોરી કરી ફરાર થયા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર : કોરોના કાળમાં પૈસા કોઈ કામના નથી તેમ કહી વ્યક્તિએ ઓવરબ્રિજ ઉપરથી પૈસા ઉડાવતો વીડિયો થયો વાયરલ…

ProudOfGujarat

ભરૂચ ભાજપમાં ટીકીટ વહેંચણીને લઇ આંતરિક કકળાટ સામે આવ્યો, નારાજગીને થાળે પાડવા સંગઠન કામે લાગ્યું..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!