ભરૂચ
ભરૂચ BAPS સ્વામિનારાયણ મંદિરે નર્મદા હાઇસ્કુલ, સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ અને મહારાજ શ્રી કેજીએમ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ઉડાન-2025 વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ સ્વામિનારાયણ મંદિરે શુકલતીર્થ નર્મદા હાઈસ્કૂલ, સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલ અને ઝાડેશ્વર KGM વિદ્યાલયનો વાર્ષિકોત્સવ મંગળવારે યોજાયો. જેની સાથે સાથે વિદ્યાર્થીઓ તથા વાલીઓની મૂંઝવણને દૂર કરવા રાજ્યની નામાંકિત યુનિવર્સિટીઓના સહયોગથી કેરિયર ગાયડન્સ ફેરનું પણ આયોજન થયું. મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રદીપ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. રૂપરેખા અનુસાર સૌપ્રથમ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અનિર્દેશ સ્વામી તથા સત્યજીવન સ્વામી દ્વારા કેરિયર ગાઈડન્સ ફેરનું ઉદ્ઘાટન કરાયું.
કેરિયર ગાઈડન્સ ફેરમાં ગુજરાતની નામાંકિત યુનિવર્સિટી પી પી સવાણી, જીએસએફસી, કર્ણાવતી, પારુલ, આઈ ટી એમ બરોડા, વિદ્યાદીપ, યુપીએલ, સરદાર પટેલ, રેડ એન્ડ વાઈટ વગેરેના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓ તથા વાલીઓને કારકિર્દી માર્ગદર્શન આપ્યું.
ત્રણેય શાળાના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ મંચ પર વિવિધ કૃતિઓ રજૂ કરી. ત્રણેય સ્કૂલોના વિદ્યાર્થીઓ તથા ટીચર્સોને વિવિધ એવોર્ડ્સથી સન્માનિત કરાયા. ત્રણેય શાળાના વિજ્ઞાન પ્રવાહના ડાયરેક્ટર સાગર સેલતના નવતર અભિગમ અંતર્ગત વાર્ષિકોત્સવ ઉડાન-2025 તથા કેરિયર ગાઈડન્સ ફેરનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.