…
પાલેજ :- ભરૂચના ચાવજ અને નબીપુર રેલ્વે સ્ટેશન વચ્ચે એક અજાણી મહિલાનું વંદે ભારત એકસપ્રેસ ટ્રેનની અડફેટે મોત નિ પજવા પામ્યું હતું. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરોજ સાંજના સાડા સાત વાગ્યા પહેલા એક અજાણી ૬૦ વર્ષના આશરાની મહિલા ચાવજ અને નબીપુર રેલ્વે સ્ટેશન વચ્ચે ડાઉન રેલવે લાઇનની બાજુમાં ટ્રેન નંબર ૨૨૯૬૧ ની અડફેટે આવી જતા શરીરે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળેજ કરુણ મોત નિ પજવા પામ્યું હતું.
ઘટનાની જાણ ભરૂચ રેલ્વે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હેમેન્દ્ર કુમાર રમણલાલને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલાના મૃતદેહનો કબ્જો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલા શરીરે મજબુત બાંધાની રંગે ઘઉં વર્ણ, ઉંચાઈ આશરે ૫ ફૂટ,
કાળા રંગનું સફેદ ઝીણી ફુલ ડીઝાઇનવાળુ ફાટેલુ લોહીના ડાઘા વાળુ ગાઉન, ડાબા હાથની કલાઈ ઉપર હિન્દીમાં સામસુ નામ ત્રોફાવેલ છે. મૃતક મહિલાના વાલી વારસોને ભરૂચ રેલ્વે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે