પાલેજ.
ભરૂચ રેલવે સ્ટેશન પર એક પુરુષનું કુદરતી બીમારીના કારણે સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું છે. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હરીદાસ નથ્થુલાલ નાયર ઉ.વ.૬૯ રહે. રખડતો-ભટકતોવાળાને ગત તા.૨૦/૦૩/૨૦૨૫ ના રોજ ક.૧૧/૪૯ વાગ્યે ભરૂચ રેલ્વે સ્ટેશન પ્લે.નં.૦૩ ના દક્ષીણ છેડે બિમાર હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ દાખલ કરવામાં આવ્યા હતા.
જે પુરૂષને ફરજ પરના ડો શ્રી.નંદસરનાઓએ તા.૨૪/૦૩/૨૦૨૫ ના રોજ ચાલુ સારવાર દરમ્યાન મરણ જાહેર કર્યા હતા. જે મરણ જનારના કોઈ વાલી વારસદાર મળી આવ્યા નથી.મરણ જનાર પાતળા બાંધાનો, ઉચાઈ-૫Xપ, રંગે ઘઉં વર્ણનો, સફેદ રંગનું ઉભી લાઇનવાળું અડધીબાંયનું શર્ટ તથા કમરમાં કાળા રંગનો પેન્ટ પહેરેલ છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ સ્નેહલ બેને તપાસ હાથ ધરી છે. મરણ જનારના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે…