Proud of Gujarat
bharuchBusinessEducationFeaturedGENERAL NEWSGujaratINDIAinternationalpoliticalTechnologyUncategorized

ભરૂચમાં નિકાસ સંબંધિત ફેમા અને આરબીઆઈ ગાઈડલાઈન અંગે ટ્રેનીંગ યોજાઈ

Share

ભરૂચનું BDMA ટ્રેનિંગના આયોજનમાં સહભાગી બન્યુ

સરકારના AMA સેન્ટર ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ દ્વારા આયોજન

Advertisement

ભરૂચ.

ભરૂચમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન (એએમએ) દ્વારા આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ સાથે આયાત-નિકાસની આરબીઆઈ તેમજ ફેમાની ગાઈડલાઈન અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં સરકારના એએમએ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ ટ્રેડના ટ્રેનર દ્વારા ભરૂચ ડીસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસીએસનના સહયોગથી આરબીઆઈ ગાઈડલાઈન્સ ફોર એક્ષપોર્ટ, રૂપી સેટલમેન્ટ મિકેનિઝમ એન્ડ અધર આસ્પેકટ્સ વિષય પર ટ્રેનીગ સેશન યોજવામાં આવ્યુ હતુ.

પ્રખ્યાત ટ્રેનર ગૌરાંગ વસાવડાએ કાર્યક્રમમાં નિકાસકારો, સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન યુનિટના માલિકો અને સ્ટાફ, સલાહકારો, એમએસએમઈ કંપની માલિકો અને સ્ટાફ, ઉદ્યોગપતિઓ તેમના પ્રતિનિધિઓ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી સહિત માર્ગદર્શન આપ્યુ હતુ. આ કાર્યક્રમથી સહભાગીઓને નિકાસ સંબંધિત ફેમા નિયમો, નિકાલ બિલ સબમિટ કરવા અને નિકાસ ચુકવણીઓ પ્રાપ્ત કરવા માટે આરબીઆરઈ માર્ગદર્શિકા, ઈડીપીએમએસ માં બિલ અને ચુકવણીઓ બંધ કરવા અંગે આરબીઆર માર્ગદર્શિકા, ભારતીય ચલણમાં નિકાસ ઈન્વોઈસિંગ અને ચુકવણીઓ, જેમાં આઈઆરએમ અને એસઆરવીએ ની રચનાનો સમાવેશ થાય છે.

નિકાસકારો માટે ક્રેડિટ જોખમ વ્યવસ્થાપન અને વીમો પ્રાપ્તી પાત્રોની ટૂંકી રસીદો અથવા બિન-ચુકવણીને સંબોધવા માટેની માર્ગદર્શિકા અને પ્રક્રિયાઓ, જેમાં ફોલોઅપ અને દસ્તાવેજીકરણનો સમાવેશ થાય છે. નિકાલ બિલો માટે પુનઃપ્રાપ્ત વિકલ્કો, પુનઃપ્રાપ્તિ પાસાઓ માટે સાવચેતીઓ, નિકાસકારો માટે માટે વિદેશી ચલણ ખાતાઓ (ડીટીએ અને એસઈઝેડ બંને), નિકાસકારો માટે વિદેશમાં ચલણ ખાતાઓ અંગે તાજેતરના અપડેટસ, ભારતી બહાર રહેતા વ્યક્તિઓ માટે રૂપિયા ખાતાઓ માટે માર્ગદર્શિકા, એસઈઝેડ માર્ગદર્શિકા, નિયમો અને સ્થિતિ, એસઈઝેડ પુરવઠા, સુવિધાઓ અને વ્યવહારોના પ્રકારો, જેમાં ડીટીએ અને અન્ય સંસ્થાઓ સાથેના વ્યવહારો સામેલ છે અને ફેમા હેઠળ ઉપલબ્ધ સુવિધાઓ વિશે સમજ આપવામાં આવી હતી.

BDMA એ નોલેજ શેરીંગ પ્લેટફોર્મ છે

ભરૂચ. 

ભરૂચ ડીસ્ટ્રીક્ટ એસોસીએશન ખાતે અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા ઈન્ડસ્ટ્રીઝ અને કોર્પોરેટ જગત માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. બીડીએમએ એ નોલેજ શેરીંગ એક પ્લેટફોર્મ છે જે ઈન્ડસ્ટ્રીઝના વિવિધ પ્રશ્નોને વાચા આપવા તેમજ ટ્રેનીંગ, ટેકનીકલ ડેવલપમેન્ટ, પર્સનાલીટી ડેવલપમેન્ટ સહિતના કાર્યક્રમો કરે છે. એક પ્રકારે હાલમાં ફેમાની ગાઈડલાઈન ઉપર ટ્રેનીંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. - દેવાંગ ઠાકોર, પ્રમુખ-બીડીએમએ
વ્યવસાયને વધારવા ગાઈડલાઈનની સમીક્ષા કરવી જરૂરી

ભરૂચ.

આરબીઆઈની ગાઈડલાઈન અને ફ્રેમા એક્ષપોર્ટસને ડીટી અને સેઝમાં કેવી રીતે એપ્લીકેબલ થાય અને એલપોર્ટરોએ શું ધ્યાનમાં રાખવુ જોઈએ તે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. આરબીઆઈની ગાઈડલાઈનની સમીક્ષા કરીને આપણે પોતાનો વ્યવસાય કેવી રીતે વધારી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. ગૌરાંગ વસાવડા-ટ્રેનર


Share

Related posts

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ની લોરેન્સ ફાર્મ કંપનીમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ…

ProudOfGujarat

રાજપીપળા : ઝરવાણી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેથી ભારતીય બનાવટનાં દારૂ સાથે બે ઈસમોની અટકાયત કરાઇ.

ProudOfGujarat

પંચમહાલ : મોરવા હડફ તાલુકામાં આવેલાં મોરા ખાતે આઇટીઆઇ હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!