Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratHealthINDIATop NewsUncategorized

ભરૂચ ફાયર વિભાગને સારી કામગીરી બદલ એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરાયા

Share

સ્ટેચ્ય ઓફ યુનિટી પાસે સરદાર સરોવર ડેમ વ્યુ પોઈન્ટ ૧ ઉપર રાષ્ટ્રીય ફાયર સર્વિસ ડેની ઉજવણી કરાઈ

 

Advertisement

ભરૂચ.

 

નર્મદા જિલ્લામાં એકતા નગર ખાતે રાજયકક્ષાના નેશનલ ફાયર સર્વિસ ડે ની સરદાર સરોવર ડેમ વ્યુ પોઈન્ટ ૧ ઉપર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વર્ષભર ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ફાયર કર્મીઓને શૌર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જેમાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

 

૧૪ એપ્રિલ ફાયર ફાયટરો અને ફાયર સર્વિસના કર્મચારીઓની બહાદુરી, સમર્પણ અને બલિદાન માટે તેઓને યાદ કરવામાં આવે છે. મુંબઈમાં ૧૯૪૪ માં ડોક્યાર્ડમાં આગ ઓલાવતી વેળા ૬૬ જેટલા ફાયર જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી જેની યાદમાં ફાયર સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વરસે દેશની સૌથી ઉંચી પ્રતિમા સરદાર સાહેબના સાંનિધ્યમાં આ યોદ્ધાઓને યાદ કરી શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા તેમજ શહીદ અગ્નિશામકોને શ્રધ્ધાંજલિ રૂપે ચાર પ્લાટુન દ્વારા પરેડ પણ યોજવામાં આવી હતી. રાજયભરમાં ફાયર એન્ડ ઈમરજન્સી સેવા મહાનગરપાલિકા અને નગરપાલીકા હસ્તક હતુ. જો કે આ વરસે શહેરી વિકાસ વર્ષ તરીકે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે જેને હવેથી ફાયર ડે શહેરી વિકાસ બોર્ડ થકી આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં રાજયભરમાં વિવિધ કાયર કર્મીઓને શૌર્ય એવોર્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

 

ભરૂચ ફાયર અને ઈમરજન્સી સર્વિસ દ્વારા ગત વર્ષ ૨૦૨૪ માં કુલ ૫૫૧ જેટલા ઈમરજન્સી કોલ પર ત્વરીત એક્શનમાં લેવામાં આવ્યા હતા જેમાંથી ૨૧૬ જેટલા આગના બનાવો, ૨૫ જેટલા ડૂબવાના બનાવ, ૩૫ જેટલા મકાન પડી જવાના બનાવ તથા ૧૦૦ જેટલા રેસ્ક્યુ કોલ સહીત ૧૦૯ જેટલા વીઆઈપી બંદોબસ્ત અને અન્ય ઈમરજન્સી સેવાઓમાં સારી કામગીરી કરવા બદલ એવોર્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સ્ટેશન ફાયર ઓફીસર ચિરાગદાન ગઢવીના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફ દ્વારા તમામ કોલને ખુબ ઝડપથી રિસ્પોન્સ કરી બચાવ કામગીરી ઉત્તમ રીતે કરવામાં આવતા તેમની સરાહના કરવામાં આવી હતી.


Share

Related posts

રાજપીપળા રાજરોક્ષી સર્કલથી હરસિધ્ધિ મંદિર તરફનાં વળાંકમાં એક હાઈવા ટ્રક દુકાનમાં ઘુસી જતા નુકસાન થયું.

ProudOfGujarat

લગ્નમાં નવા કપડાં ના પહેરનારા પણ આત્મહત્યા કરી શકે છે…જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : ગુજરાત વિધુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળી લિ. ના નવા કાર્યાલયનું મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!