આમોદના આછોદ ગામે સફા હોટલથી રોજાટંકારિયા જવાના રોડ પરની ઘટના
ભરૂચ.
વાગરા તાલુકામાં આવેલાં ચાંચવેલ ગામે અભોરિયા ફળિયામાં રહેતાં મુન્તજીર ઇકબાલ કારભારી ઓએનજીસીમાં ચિસ્તિયા એન્ટરપ્રાઇઝના નામે લેબર કોન્ટ્રાક્ટ ચલાવે છે. તેમ તેમની કંપનીને અગ્રવાલ એન્ટરપ્રાઇઝ કંપનીએ પેટા કોન્ટ્રાક્ટ આપતાં તેઓ જમીનમાં ઓઇલ સંસોધનનું કામ કરે છે. ગત 12મી એપ્રીલના રોજ તેઓ સાતેક વાગ્યે તેમના કોન્ટ્રાક્ટમાં કામ કરતાં ઐયુબ પટેલે જણાવ્યું હતું કે, તેઓ સવારના 6 વાગ્યે મગણાદ ઓએનજીસી કેમ્પથી પીકઅપ ગાડીમાં ઓઇલ સંસોધનના સામાન તેમજ ફાઇબર લીંક કેબલના 14 બંડલ, 56 જીઓ ફોન, 3 સીએક્સ મશીન સહિતનોસામા લઇને ફીલ્ડમાં નિકળ્યાં હતાં. સવારના સાડા છ વાગ્યે તેઓ આછોદ સફા હોટલથી રોજાટંકારિયા જતા રોડની સાઇડમાં ઓઇલ સંસોધનનો સામાન મુકી ફિલ્ડમાં ગયાં હતાં. અડધો કલાક બાદ તેઓએ આવીને જોતાં તમામ તમામ સામાન ચોરી થયાનું માલુમ પડ્યું હતું. આસપાસમાં તપાસ કરવા છતાં સામાન નહીં મળતાં આખરે તેમણે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.