Proud of Gujarat
bharuchBusinessGENERAL NEWSGujaratINDIAinternationalTechnologyUncategorized

ઉનાળામાં બરફના ઉદ્યોગો ગરમ, બરફની માગ વધતાં વેપારીઓને રાહત

Share

અંગદઝાડતી ગરમી વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ઉધોગોમાં તેજીનો માહોલ

ભરૂચ માં સરેરાશ ૪૦ ડિગ્રી આસપાસ રહેતા ગરમીના પારાને લઇ બરફની માંગમાં વધારો થયો

Advertisement

 

અંક્લેશ્વર.

અંકલેશ્વર માં સરેરાશ ૪૦ ડિગ્રી કરતા વધુ રહેતા તાપમાન વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફની માંગમાં વધારો નોંધાયો છે.વધતી ગરમી સાથે આગામી દિવસોમાં બરફની કટોકટી સર્જાઈ તેવી શક્યતા છે

અંકલેશ્વરમાં એપ્રિલ માસના શરૂઆતીથી જાણે સુર્ય દાદા અગન ગોળા વરસાવી રહ્યા હોય તેમ ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે.અંગદઝાડતી ગરમી વચ્ચે લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.જોકે અંકલેશ્વર માં ગરમી ના વધતા પારા સાથે બરફની માંગમાં વધારો થયો છે.અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ૧૫૦૦ કરતા વધુ નાના-મોટા એકમો ધમધમી રહ્યા છે.જેમાં ફર્મા,ડાઇઝ,ઇન્ટરમીડીયેટ જેવા પ્લાન્ટ માં જ્વલનશીલ કેમિકલ માં બરફનો ઉપયોગ થતો હોય છે.જેમાં વધતી ગરમી વચ્ચે કેમિકલનું તાપમાન સંતુલિત રાખવા બરફની માંગમાં વધારો થતો છે.તદઉપરાંત શહેરમાં વધતી ગરમી વચ્ચે લાગતા ઠંડા પાણીના સ્ટોલ માં પણ બરફ ની માંગ હોય છે.આમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ તેમજ ઠંડા પાણીમાં બરફની માંગ વધતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ધંધામાં તેજી છે.

ગત વર્ષે ની સરખામણી એ જોવા જઇએ તો કેમિકલ પ્લાન્ટ પણ હવે ચિલિંગ પ્લાન્ટ તરફ વળતા તેની અસર બરફના ઉઘોગ પર પડી છે.આજથી ૧૦-૧૫ વર્ષ પહેલા ઉનાળામાં બરફની માંગ ને પુરી કરવા બરફ ફેક્ટરી ના માલિકો છે ક સુરત અને ભરૂચથી  બરફ મંગાવીને માંગ પુરી કરતા હતા જોકે ઉધોગ આલમ પર મંડી ની અસર ને લઇ તેવો સમય હવે રહ્યો નથી જોકે વધતી જતી ગરમી વચ્ચે આગામી દિવસોમાં બરફની માંગ માં હજુ વધારો થાય તેવું લાગી રહ્યું છે.બરફ ના વ્યવસાય સાથે સંકળાયેલા ઉધોગપતિ ના જણાવ્યા અનુસાર ગરમી ના સમયે દર વર્ષે બરફની માંગ માં વધારો થાય છે જોકે સામે વધતા તાપમાન સાથે ઉત્પાદન પર અસર પડે છે તદઉપરાંત ઉનાળામાંમાં વાંરવાર રહેતા વિજ કાપ થી બરફ ઉધોગ પર તેની અસર વર્તાઇ છે સામે પાણી શિયાળાના ગાળામાં રહેતો હોવાથી પાણી પુરતી માત્રમાં મળી રહી છે.


Share

Related posts

ઝઘડિયા તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કરજણ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કરાયા.

ProudOfGujarat

એનીમિયા કન્ટ્રોલ માટે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!