સિમ્બોલ ઓફ નોલેજની ઉપાધિ મેળવનાર ડો. બાબાસાહેબ આંબેડકરે દેશવાસીને આપેલાં હક્કોને વાગોળ્યાં
Advertisement
ભરૂચ.
દેશના બંધારણના ઘડવૈયા અને સિમ્બોલ ઓફ નોલેજની ઉપાધિ મેળવનાર ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમની તસવીરને ફુલહાર કરી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા 14મી એપ્રિલ એટલે કે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યાલયમાં ભારતના દેશના બંધારણના નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરની તસવરીને કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોએ પુષ્પ-હાર પહેરાવી પુષ્પાંજલી અર્પણ કરી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઝૂબેર પટેલ સહિતના હાજર રહ્યાં હતાં.