નેત્રંગમાં રસ્તો ઓળંગતી સગીરાને ટેમ્પોએ ટક્કર મારતાં સારવાર વેળાં મોત
નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામ પાસે બનેલી ઘટના
ભરૂચ.
નેત્રંગ તાલુકામાં આવેલાં ચંદ્રવાણ ગામે રહેતી નિકીતા નરપત વસાવાની માતા રંજતના વાલિયા પોલીસ સ્ટેશનમાં જીઆરડી સભ્ય તરીકે નોકરી કરે છે. તેની માતાએ પહેલાં પતિ સાથે અણબનાવ હોઇ તેમણે છુટાછેડા લઇ લીધાં હતાં. જે બાદ તેની માતાએ વિક્રમ મંગા રાઠવા સાથે લગ્ન કર્યાં હતાં. જેથી વિક્રમની 14 વર્ષની પુત્રી રાધિકા પણ તેમની સાથે રહેતી હતી. ગત શુક્રવારે સાંજના સમયે નિકીતા, તેની માતા તેમજ સાવકા પિતા સહિતનો પરિવાર ઘરમાં બેઠો હતો. તે વેળાં વિક્રમ રાઠવાની પુત્રી રાધિકાર દુકાનમાં કોઇ સામાન લેવા માટે ઘરેથી નિકળી હતી. થોડા સમય બાદ આસપાસસના લકો થકી પરિવારને જાણ થઇ હતી કે, તેમના ફળિયાના રોડ પર અકસ્માત થયો છે. જેથી તેમણે ત્યાં જઇને તપાસ કરતાં તેઓ ચોંકી ઉઠ્યાં હતાં. તેમની 14 વર્ષની પુત્રીનો જ અકસ્માત થયો હતો. તેમની પુત્રી રસ્તો ઓળંગી રહી હતી. તે વેળાં નેત્રંગ તરફથી અવતાં એક ટેમ્પોએ તેને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનું જાણવા મળ્યું હતું. ટેમ્પો તેમજ તેનો ડ્રાઇવર ત્યાંજ ઉભા હોઇ ટેમ્પો ચાલકનું નામ પુછપરછ કરતાં તેનું નામ ગુલામ હુસેન શાહા (રહે. અંબિકાનગર, ધુલીયા, મહારાષ્ટ્ર) હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે તેમણે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.