ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાય
આજે ચૈત્ર સુદ પૂનમે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મા નર્મદામાં સ્નાન કરી હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં શ્રદ્ધાળુઓ જોડાયાં હતાં
ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી સવારથી જ મંદિર પરિષદમાં હનુમાનજી દાદા ને પૂજા અર્ચના મહા આરતી મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા ત્યારે આજરોજ ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના શ્રદ્ધાળુ ભાઈ બહેનો જ તેમ જ અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસીઓએ પણ આજે ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની હનુમાન જયંતિ ની ઉજવણીમાં સહભાગી બન્યા