આમોદ ટાઉનમાં શનિવારે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે.
ભરૂચ.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના આમોદ પેટા વિભાગીય કચેરી દ્વારા 11 કેવી આમોદ ટાઉન ફીડર પર શનિવારે અગત્યનું સમારકામ શરૂ કરવામાં આવનાર છે. જેના પગલે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી આમોદ ટાઉન વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જે અંગે વીજ કંપની દ્વારા આમોદ શહેરના રહિશોને જાણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લખનિય છે કે, સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેવાને કારણે લોકોને કાળઝાર ગરમીમાં શેકાવાનો વારો આવશે. સમારકામ પુર્ણ થયેથી વીજ પુરવઠો પુન: રાબેતામુજબ શરૂ કરી દેવામાં આવશે.
Advertisement