ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં કામ વરસાદી કાંસમાં ખાબકી
નબીપુર ગામમાં રેલવે ફાટક પાસે બનેલી ઘટના
Advertisement
ભરૂચ.
ભરૂચના નબીપુર ગામના ફાટક પાસેથી પસાર થતી એક કારના ચાલકે કોઈ કારણસર સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર બેકાબુ બનીને રોડની નીચે સાઇડમાં આવેલી વરસાદી કાંસમાં ઉતરી ગઈ હતી.ઘટનાનાં પગલે ત્યાંથી પસાર થતા રાહદારીઓ તેમજ અન્ય વાહનચાલકો એ તુરંત દોડી આવી કારમાં સવાર લોકોને બહાર કાઢ્યાં હતાં. સદનસીબે ઘટનામાં કોઈ ને જાનહાની થઈ ન હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળે દોડી આવ્યો હતો. વરસાદી કાંસમાં ખાબકેલી કારને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઇ હતી.