મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં અમદાવાદ ખાતે 64 વર્ષ બાદ રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાશે
મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ ના ગુજરાતમાં આગામી પખવાડિયામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું અધિવેશન અમદાવાદ ખાતે યોજાનાર છે, જેની ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ અખબારી યાદીના માધ્યમથી વિગતો આપી હતી.
દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજનાર છે, સરદાર સાહેબની જન્મ જયંતી ને 150 વર્ષ પૂર્ણ થશે આથી ગુજરાત રાજ્યમાં અખિલ ભારતીય કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધિવેશનનું ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે આજે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ અધિવેશન અંગે વિગતો આપી હતી, જેમાં જણાવ્યું હતું કે આજથી 100 વર્ષ પૂર્વે દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસને વિચારધારાને યોગ્ય ગણી મહાત્મા ગાંધી આ પક્ષના પ્રમુખ બન્યા હતા, ત્યારબાદ સમગ્ર દેશમાં નવસર્જન અને આઝાદીની લડાઈના પાયા નાખવામાં આવ્યા હતા. આગામી તા. 8 અને 9 એપ્રિલ ના રોજ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું અમદાવાદ ખાતે રાષ્ટ્રીય અધિવેશન યોજવા જઈ રહ્યું છે ત્યારે વર્ષ 1961 પછી એટલે કે 64 વર્ષ પછી પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે આ અધિવેશનમાં કોંગ્રેસ પક્ષના ટોચના નેતાઓ, રાજકીય આગેવાનો સરદાર સાહેબ ના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક માર્ગ ખાતે સવારે 11:00 વાગ્યે મહત્વની કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં દેશના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસના સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રી ઓ, તમામ રાજ્યોના વર્કિંગ કમિટીના સભ્યો, તેમજ વિશેષ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ ખાતે સાંજે 5:00 વાગ્યે પ્રાર્થના સભામાં પણ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે, તા. 8 એપ્રિલ ના રોજ રાત્રે 8:00વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે તેમજ તા. 9 એપ્રિલના રોજ ઐતિહાસિક સાબરમતી તટે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે જેમાં સમગ્ર દેશમાંથી, 3000 થી વધુ આમંત્રિત મહેમાનો ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે.
ઉપરાંત રાજેન્દ્રસિંહ રાણા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલ ભૂતકાળમાં ઐતિહાસિક અધિવેશન પર દ્રષ્ટિપાત કરતા કહી શકાય કે વર્ષ 1902 માં અમદાવાદ ખાતે સુરેન્દ્રનગર બેનરજીના અધ્યક્ષ સ્થાને અધિવેશન મળ્યું હતું તો વર્ષ 1907 માં ગુજરાતના સુરત ખાતે રાસ બિહારી ઘોષના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું વર્ષ 1921 માં અમદાવાદ ખાતે હકીમ અજમલ ખાનની અધ્યક્ષતામાં ગુજરાતમાં અધિવેશન યોજાયું હતું વર્ષ 1938 માં હરીપુરા સુરત ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યમાં અધ્વેશન યોજાઈ ગયું હતું અને છેલ્લે વર્ષ 1911 માં ભાવનગર ખાતે નીલમ સંજીવની રડી ના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ફરી એક વખત ગુજરાતના અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે ત્યારે આગામી સમયમાં ગુજરાત નવ પરિવર્તન તરફ આગળ વધી રહ્યું હોય તેવા સંકેતો સાથે ભરૂચ ના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન વિશેની તલસ્પર્શી વિગતો અખબારી યાદી ના માધ્યમથી આપી હતી.