વાલીયા એપીએમસી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ગણેશ સુગર પર આકરા પ્રહારો કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા
ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે આવતીકાલે APMC કાર્યાલય નું ઉદઘાટન થવાનું છે તે સમયે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા એ એક નિવેદનમાં ગણેશ સુગર ફેક્ટરી ની સરકારની ઢીલી નીતિ રીતો વિષય આકરા પ્રહારો કર્યા છે.
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં આવતીકાલે એપીએમસી કાર્યાલય નું ઉદઘાટનનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આયોજન સમયે ભરૂચ જિલ્લાના કોંગ્રેસથી આગેવાન સંદીપ માંગરોળા એ ગણેશ સુગર પર આકરા પ્રહારો કરતા નૈતિક બાબતો અને જવાબદારીઓ અંગેની ચર્ચા કરવા એક પડકાર જનક નિવેદન આપ્યું છે. અત્રે નોંધનીય છે કે વાલિયા ખાતે એપીએમસી કાર્યાલયનો ઉદ્ઘાટન પ્રસંગ છે પરંતુ ગણેશ સુગર વિશે અનિવેદનમાં તેઓએ જણાવ્યું છે કે સરકાર દ્વારા કમિટીની રચના સભાસદો ના મંતવ્ય અનુસાર ચૂંટણીનું આયોજન કરી કરવી જોઈએ સરકારશ્રી દ્વારા પાછલા દરવાજેથી નબળી કામગીરી કરતા કસ્ટોડિયન કમિટીમાં બેસાડવામાં આવ્યા છે જેની નબળી નેતાગીરીના કારણે હાલ ગણેશ સુગરની હાલત અત્યંત ખરાબ છે ગણેશ સુગરનું ટર્નઓવર માત્ર સાત કે આઠ ટકાએ પહોંચ્યું છે પીલાણના ભાવ ખેડૂતોને મળતા નથી આજે ગણેશ સુગર ને નુકસાની વેચવાનો વારો આવ્યો છે તેના કારણોમાં કોઈ પૂર્વેના આગેવાનો જવાબદાર નથી આ સમગ્ર કામગીરી સરકારની ઢીલી નીતિના કારણે જોવા મળી છે ઉપરાંત ગણેશ સુગરમાં આગામી સમયમાં સભાસદો દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવે અને ચૂંટણી દરમિયાન ગણેશ સુગરના ચેરમેનની નિમણૂક થઈ તે સહિતની માંગ આ નિવેદનમાં કોંગી આગેવાન સંદીપભાઈ માંગરોલાએ કરી છે.