Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વાલીયા માં શિક્ષક દંપત્તિ ડબલ મર્ડરના ગુના માં સંડોવાયેલ આરોપી જમાઈને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

Share

વાલીયા માં શિક્ષક દંપત્તિ ડબલ મર્ડરના ગુના માં સંડોવાયેલ આરોપી જમાઈને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ભરૂચ જિલ્લાના વાલિયામાં ગણેશ ગાર્ડન સોસાયટીમાં તા. 4/ 3/2025 ના રોજ શિક્ષક જીતેન્દ્રસિંહ બોરધરા અને શિક્ષિકા લતાબેન બોરઘારાના મકાન નંબર આઠમાં કોઈ અજાણ્યા શકશે ગેરકાયદેસર પ્રવેશ કરી અગમ્ય કારણોસર શિક્ષણ હથિયારો વડે શિક્ષક દંપત્તિ પર હુમલો કરી ગરદનના ભાગે ગંભીર ઈજા પહોંચાડી ડબલ મર્ડર કરનાર જમાઈ આરોપીને એલસીબી ભરૂચ પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ કરેલ છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. 4/3/2025 ના રોજ રાત્રિના સાડા નવ વાગ્યાના તુમ્હારે વાલીયા ગણેશ ટાઉનશીપ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપત્તિ ની હત્યા નો ભેદ ઉકેલવા માટે તાત્કાલિક આ ગુનાના આરોપીને શોધી કાઢવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવતા ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ સ્થાનિક વાલીયા પોલીસની ટીમ આરોપીને ઝડપી પાડવા માટે પ્રયત્નશીલ હતી.

આ ગુનાના અનુસંધાને મદદનીશ પોલીસ અને અધિક્ષક અજય કુમાર વીણા ઝઘડિયા ડિવિઝન તથા એમપી વાળા એલસીડીટીઆઇ દ્વારા વાલીયા પોલીસ સ્ટેશન ખાતે સતત કેમ્પ રાખી અલગ અલગ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ ની ચકાસણી કરી તેમજ વાલીયાથી વ્યારા સુધીના હાઇવે રોડ પર ટોલ પ્લાઝા પેટ્રોલ પંપ હોટલ વગેરે મળી આશરે 130 જેટલી જગ્યા ઉપર સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી તેનું એનાલિસિસ કરવામાં આવતા તેમજ એલસીબી ની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવતા,
આ ડબલ મર્ડર ના ગુનાના આરોપીને શોધી કાઢવા માટે એલસીબી ની ટીમે અથાગ પ્રયત્ન કરતા આ એનાલિસિસ દરમિયાન હકીકત મળેલ કે આ શિક્ષક દંપત્તિના ખૂનના ગુનામાં તેમના જમાઈ વિવેક રાજેન્દ્ર દુબે રહે. 51 ડ્રીમ હોમ ખટારી રોડ વ્યારા જી. તાપી, ની શંકાસ્પદ ભૂમિકા હોય આથી પોલીસે શંકાસ્પદ વિવેક દુબેને ઝડપી લઇ વાલીયા પોલીસ સ્ટેશન ખાતે ઊંડાણપૂર્વકની સઘન પૂછપરછ હાથ ધરતા આરોપી જમાઈ ભાંગી પડેલ હોય પોલીસ સમક્ષ પોતાને એક બેંક લોન ચાલુ હોય તેમ જ અલગ અલગ જગ્યાએથી, જે નાણા લીધેલ હોય તેમજ શેર માર્કેટમાં છેલ્લા છ એક મહિનાથી 30 થી 35 લાખ રૂપિયા જેટલી રકમ હારી ગયેલ હોય જેથી આર્થિક સંકળામણના કારણે તેમના સાસુ સસરા આર્થિક રીતે સધ્ધર હોય રોકડ રકમ તથા દાગીના સહિતની માલમતા ચોરી લઈ સાસુ સસરાનો કાંટો કાઢી નાખ્યો હોય દાગીના તથા રોકડ રકમ રૂપિયા 43000, સોના- ચાંદીના ધાતુના દાગીના મંગળસૂત્ર, વીટી ,પેન્ડલ, ડોક્યુ, ધાતુની રાખડી સહિતનો મુદ્દા માલ પોલીસે કબજે લઈ આરોપીને વાલીયા પોલીસ સ્ટેશનમાં ભરૂચ એલસીબી પોલીસે સોંપી આપેલ હોય આરોપીની ધરપકડ કરી ગુનામાં ઉપયોગ કરેલ હથિયાર ફોરવીલ લૂંટ માંથી મેળવેલ રોકડ તથા સોના ચાંદીની જણાવશો વગેરે મુદ્દામાં રિકવર કરી આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરેલ છે.


Share

Related posts

ભરૂચ-કેનાલ ના પાણીમાં ડૂબતી નીલ ગાયને બચાવી આ યુવાનોએ…

ProudOfGujarat

કોંગ્રેસ બિહાર વિધાનસભાની ચૂંટણી સોનિયા ગાંધીની આગેવાનીમાં લડશે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ભંગારનું ગોડાઉન ભડકે બળ્યું, જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ, કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!