કેલોદ વીજ લાઈન માંથી ઇલેક્ટ્રીક કેબલ ચોરીનો ભેદ ઉકેલી ત્રણને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે તથા વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ને સુચના આપવામાં આવેલ હોય જે સૂચનાના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભરૂચ ની ટીમે ભરૂચના કેલોદ તાલુકામાં 765 હાઈ સ્ટેશન વીજ લાઈન માંથી થયેલ ઇલેક્ટ્રીક કેબલની વણશોધાયેલ ચોરી નગુનાનો ભેદ બાતમી ના આધારે શોધી લઈ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભરૂચના પી.આઈ. એમ. પી. વાળાના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી , જે દરમિયાન ટેકનીકલ સર્વલંન્સ અને સીસીટીવી ફૂટેજ ના આધારે જુદી જુદી ટુકડીઓ પોતાની કામગીરી કરી રહી હતી,
અમદાવાદ થી નવસારી સુધી પસાર થતી હાઈ સ્ટેશન કેબલ વીજ લાઈન માંથી ફેબ્રુઆરી 2025 ના પ્રથમ અઠવાડિયા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો કેબલ વાયર ચોરી ગયા હોય , તે દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભરૂચના ડી.એ. તુવરને ચોક્કસ બાપની અને હકીકત મળેલ કે આથી બલવાયરની ચોરીમાં ભરૂચના કેલોદ ગામના ત્રણ શખ્સો ની સંડોવણી હોય આથી તેમના દ્વારા આછોદના સફવાન શબ્બીર પટેલ, સિરાજ ઉંમર મહમદ મલેક તથા કરણ વિજય ગોહિલની સંડોવણી છે, જે ચોક્કસ બાતમીના આધારે ત્રણેય શકશોની ભરૂચ એલસીબી પોલીસ મથક પર લાવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, પોલીસની યુક્તિ પ્રયુક્તિની પૂછપરછ દરમિયાન શંકાસ્પદ ત્રણેય શકશો ભાંગી પડેલ હોય પોલીસ રૂબરૂ જણાવેલ હોય કે, અમો ત્રણ શખ્સો (1) સફવન શબ્બીર પટેલ રહે. આછોદ ગામ મોટા તળાવ પાસે આમોદ ભરૂચ, (2) સિરાજ ઉમર મોહમ્મદ મલેક રહે. કોલવાડ ગામ નવીનગરી આમોદ ભરૂચ (3) કરણ વિજય ગોહિલ રહે કેસવાણ ગામ પરમાર ફળિયુ વાગરા ભરૂચ સાથે મળી કેબલ વાયર ની ચોરી કરેલો હોય તેમ જ અન્ય ત્રણ સાગરીતો રતન રાજુ અને પંડિત ત્રણેયને સાથે લઈ આ કેબલ વાયર ની ચોરી કરેલ હોય તમામ આરોપીઓ પાસેથી પોલીસે મોબાઈલ ફોન અને અંગ ઝડપી માંથી મળેલ રૂપિયા 30,000 કબજે લઈ અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓ રાજુ રતન અને પંડિતને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે તેમજ પોલીસે ત્રણેય શકશો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ ગુનો નોંધી આગળ વધુ તપાસ ભરુચ પોલીસ ચલાવી રહી છે, ઉપરાંત આ કેસમાં વધુ કોણ કોણ સંડોવાયેલ છે? તેમજ મુદ્દા માલ રિકવરી સહિતની બાબતો વિશે ભરૂચ પોલીસ આગળ વધુ તપાસ ચલાવી રહેલ છે.