ભરૂચમા સ્થાનિક રોજગારીના મુદ્દે કોંગ્રેસ સમિતિના આગેવાનોની ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યોને રજૂઆત
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા દ્વારા પ્રજા લક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે ભરૂચ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના સ્થાનિક પ્રશ્નોને લઈને તમામ હોદ્દેદારો સાથે આગામી સમયમાં આગેવાનોની ઉપસ્થિતિમાં એક ખાસ મિટિંગનું આયોજન કરવા માટે એસોસિએશનના પ્રમુખ સમક્ષ લેખિત પત્ર પાઠવવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દહેજ વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક પ્રશ્નોની સમીક્ષા માટે ઔદ્યોગિક એકમોના આગેવાનો સાથે રૂબરૂ મળી તેમની વેદના અને તકલીફો ના પ્રશ્નો વિશે ચર્ચા વિચારણા કરવા માટે કોંગ્રેસના પ્રમુખ દ્વારા એક લેખિત પત્ર પાઠવવામાં આવ્યો છે આ લેખિત પત્રમાં જણાવ્યું છે કે, દહેજ વિસ્તારમાં 80% થી વધુ સ્થાનિક લોકોને રોજગારી અહીંના ઔદ્યોગિક એકમોમાં મળવી જોઈએ પરંતુ ગુજરાત તથા ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થતી નથી જેના કારણે પ્રાથમિક અહેવાલો કોંગ્રેસ પક્ષના આગેવાનોને એવા મળ્યા છે કે સ્થાનિકોને પૂર્તિ રોજગારી આપવામાં આવતી નથી આ વિસ્તારમાં લેન્ડ લુઝર જે હોય તેમની કીમતી જમીન કંપનીઓને આપી દીધી છે તેમને રોજગારી ન મળતા અનેક પ્રશ્નો સર્જાયા છે ઉપરાંત આ વિસ્તારમાં પોલ્યુશનના પણ અનેક પ્રશ્નો વારંવાર ચર્ચામાં રહે છે આ વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેના કારણે અહીંનું વાતાવરણ પ્રદૂષિત થાય છે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એમની જવાબદારીઓ નિભાવવા માટે સંપૂર્ણપણે નિષ્ફળની વળ્યું છે આથી અહીં અમો ભરૂચ જિલ્લાના સામાન્ય લોકોની વેદના ને વાચા આપવા રાજકીય પક્ષના આગેવાનો આપના એસોસિએશન ના આગેવાનો સાથે સંયુક્ત મિટિંગ કરી જેનાથી સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.