સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં આગના અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની માંગ કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા
સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભારે આગના કારણે અનેક વેપારીઓ અને દુકાનદારોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, આ દુઃખદ ઘટનામાં અહીંના વેપારીઓની રોજીરોટી માં ભારે નુકસાની નો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે.
સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભારે આગજની નો બનાવ બનતા અહીંના દુકાનદારો વેપારીઓ સમક્ષ ભારે આર્થિક ભીંસ આવી પડેલ હોય આવા સમયમાં તેઓને વ્યવસાયમાં ભારે નુકસાની નુકસાની વેઠવું પડે છે. આ સમયમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આવી પડેલી મુશ્કેલી માંથી ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ બહાર આવે તે માટે ભરૂચ કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ સંદીપસિંહ માંગરોલાએ સંકટ સમયની ઘડીમાં વેપારીઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક રાહત પેકેજની જરૂરિયાતને ધ્યાને લઈને રાહત પેકેજ સુરતના આગના બનાવમાં નુકસાની સહન કરનાર વેપારીઓ માટે જાહેર કરવાની માંગ કરેલ છે, તેમજ આ પેકેજમાં ઇન્સ્યોરન્સ સહયોગ વીમા ક્લેમ ઝડપી અને સરળ બનાવવાની વ્યવસ્થા હોય તથા કર માફી અને સબસીડી ટેક્સ અને અન્ય નાણાકીય બોજામાં રાહત મળી રહે ઉપરાંત વિતરણ અને પુનઃસ્થાપન માટેની સુવિધાઓ વેપારીઓને તેમના ધંધાને પુનઃસ્થાપિત કરવા માટેની જરૂરી વ્યવસ્થાઓની અમલવારી થાય તે સહિતની માંગ કરેલ છે.
સંકટ સમયની આ આગના બનાવવામાં સુરતના શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટ ના વેપારીઓને આર્થિક મદદની જરૂરિયાત છે, જ પરંતુ માનસિક સમર્થન આપવાની પણ અત્યંત જરૂર છે, આ સમયમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તેઓ પર ધ્યાન કેન્દ્રિત કરી તાત્કાલિક અસરથી પ્રતિસાદ આપે તેવી અપેક્ષા અહીંના વેપારીઓ રાખી રહ્યા છે.