Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં જાહેરનામાના ભંગ બદલ હોટલ મેનેજરની ધરપકડ કરતી એસ.ઓ.જી. પોલીસ

Share

ભરૂચમાં જાહેરનામાના ભંગ બદલ હોટલ મેનેજરની ધરપકડ કરતી એસ.ઓ.જી. પોલીસ

ભરૂચ જિલ્લામાં સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જુદી જુદી ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલ છે જે જાહેરનામાના ભંગ બદલ ભરૂચની કોહિનૂર હોટલ ના માલિકો સમક્ષ કાયદેસરની કાર્યવાહી ભરૂચ એસજી પોલીસે હાથ ધરેલ છે.

Advertisement

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સમગ્રપણે જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટ કલેકટરના જાહેરનામાનો ભંગ કરનાર હોટલ ગેસ્ટ હાઉસની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હોય જેમાં જુદા જુદા વિસ્તારોમાં એસ.ઓ.જી. ની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાયેલો હોય જે દરમિયાન હોટલ ગેસ્ટ હાઉસ વગેરે ચેક કરતા કોહિનૂર હોટલ દ્વારા પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યો હોવા છતાં આવા ગમન કરતા ઉતરનાર ની રજીસ્ટર મુજબની ઓનલાઇન એન્ટ્રી સોફ્ટવેરમાં કરવામાં આવી ન હોય જે તમામ બાબતો ધ્યાને આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કર્યો હોય જે સબબ કાયદેસરની કાર્યવાહી કરી હોટલના મેનેજર જેના તપસ કુમાર અનિયા રહે 206 બલરામ એપાર્ટમેન્ટ રામનગર ની બાજુમાં અંકલેશ્વર જીલ્લો ભરૂચ ને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે, આગામી સમયમાં પણ હોટલ ગેસ્ટ હાઉસના માલિકો પર આ કામગીરી યથાવત રહેશે તેમ એસોજી પોલીસે જણાવ્યું છે.


Share

Related posts

હાંસોટ તાલુકામાં કોરોના વાઇરસની એન્ટ્રી તાલુકાનાં ત્રણ લોકો પોઝિટિવ આવતા સંક્રમિત લોકોને કોરોન્ટાઈન કરાયાં.

ProudOfGujarat

અંકલેશ્વર સુપરમાર્કેટ નજીક આઈસર ટેમ્પોમાં ભરેલ શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

તમિલનાડુના મદુરાઈમાં ટ્રેનમાં ભીષણ આગ લાગતાં 10 ના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!