સુરતના માનસિક અસ્થિર બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ
ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર ગુમ થયેલ બાળકો અંગેનો કોઈપણ બનાવો ધ્યાને આવે તો તેને પ્રાથમિકતા આપી તાત્કાલિક અસરથી બાળકના વાલી વારસની શોધખોળ હાથ ધરી તેને સોંપી આપવા તમામ પોલીસ મથકમાં જાણ કરેલો હોય જે અનુસંધાને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સુરતના એક અસ્થિર મગજના બાળકનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિભાગ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન મુજબ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ વાલીયા ચોકડી ખાતે પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન એક બાળક આમ તેમ આટા ફેરા મારતો હતો જેથી અહીંના એક જાગૃત નાગરિકે આ બાબતે પોલીસ સમક્ષ રજૂઆત કરતા પોલીસે તેની પાસે જઈ તેનું નામ સહિતની વિગતો વિષયક પૂછપરછ કરતા તે કોઈ પણ વિગતો આપવા તૈયાર ના હોય આથી પોલીસે તેની તલાસી લેતા તેના હાથ પર એક મોબાઈલ નંબર લખ્યો હોય તે જાણવા મળતા તાત્કાલિક અસરથી તે મોબાઈલ નંબર પર સંપર્ક કરતા આ બાળક માનસિક અસ્થિર હોવાનું અને સુરત શહેર ખાતેથી કોઈ રીતે અંકલેશ્વર પહોંચી ગયો હોવાનું જાણવા મળતા બાળકને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન લઈ જઈ તેની સાર- સંભાળ રાખવામાં આવી હતી, તેના વાલી નો સંપર્ક કરી બાળકને તેના પિતાને સોંપવામાં આવ્યો હતો, આ સમગ્ર કામગીરી યુવરાજસિંહ ભગત સંગ તથા જીગ્નેશ ભાઈ મોતીભાઈએ કરી હતી અસ્થિર મગજના બાળકનું પરિવાર સાથે સુખદ મિલન પોલીસે કરાવ્યું હતું.