અંકલેશ્વર જીઆઇડીસી માંથી અનઅધિકૃત ગેસ રીફીલિંગ
કરનારનો પડદાફાસ કરતી એસઓજી પોલીસ
ભરૂચ જિલ્લામાં એસ.ઓ.જી. ની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી ના આધારે એક ખાનગી પેઢીમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરનાર ઝડપી લઇ 18 જેટલી બોટલો સાથે એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ પોતાની ટીમ સાથે એટીએસ ચાર્ટર મુજબની કામગીરી કરવા માટે પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળેલ કે લક્ષ્મણ નગર શાકમાર્કેટ સામે આવેલ સૂર્ય મેન્સવેર નામની દુકાનની બાજુમાં શેડની બનાવેલ દુકાનમાં રોશનલાલ ખત્રી નામનો શખ્સ તેની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે , જે ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે તલાસી લેતા આરોપી રોશનલાલ ઉર્ફે મારવાડી મીઠાલાલ ખત્રી તેના કબજા ભોગવટાની દુકાનમાં (1) ગો.ગેસ કંપનીની 15 કિલોની બોટલ નંગ 7 તથા (2) indian કંપનીની 15 કિલોની બોટલ નંગ -1, (3) એચ.પી. કંપનીની 5 કિલો ની બોટલ નંગ -4, (4) અલગ અલગ માર્કા વાળી કંપનીની 5 કિલોની બોટલ નંગ 5, (5) રીફીલિંગ કરવાના કરવાના પાઇપ તથા ઇલેક્ટ્રીક વજન કાંટો નંગ -1 સહિતનો કુલ રૂપિયા 21, 800-/ નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ માનવ જીવનને નુકસાનકારક સળગી ઊઠે તેવો ગેસ બેદરકારી પૂર્વક ટ્રાન્સફર કરવામાં આવતા આરોપી સહિતનો તમામ મુદ્દા માલ કબજે લઈ bns ની કલમ મુજબ અંકલેશ્વર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.