દહેજ જીઆઇડીસીમાં કેમિકલ નાશ કરવા માટેની જાહેર નોટિસ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ દહેજ પોલીસ સ્ટેશન ખાતે દહેજ જીઆઇડીસી વિસ્તારમાં ખાનગી કંપની સામે આવેલ માલવા પંજાબ હોટલની ખુલ્લી જગ્યા માંથી કબજે કરવામાં આવેલ જુદા જુદા પ્રકારના કેમિકલ જેમાં એક ટેન્કર નંબર GJ- 06- TT- 5656 માં ભરેલ આશરે 2000 લીટર સાથે જુદા જુદા કેરબા તથા બેરલોમાં ભરેલ કુલ કેમિકલ 18,595 લિટર કેમિકલ જેની કિંમત રૂપિયા 6,36, 830-/ નો નાશ કરવા માટેની અપીલ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી, કોર્ટ દ્વારા આ અપીલને માન્ય રાખી આ કેમિકલ નો નાશ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, જો આ કેમિકલનો મુદ્દા માલ કોઈપણ વ્યક્તિ પરત મેળવવા માંગતી હોય તો દિવસ -7ની અંદર વાંધા અરજી ક્લેમ તમામ કામગીરી કરવાની રહેશે, દિવસ-7 વીતી ગયા બાદ કોઈપણ પ્રકારનો ક્લેમ કે કોઈપણ પ્રકારની કોર્ટ કાર્યવાહી થઈ શકશે નહીં , જેની લાગતા વળગતા સર્વે નોંધ લેવા દહેજ પોલીસ વિભાગની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.