Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

સમસ્ત ખારવા–હાંસોટી–માછી સમાજ વેજલપુર ભરૂચ ખાતે પાંચમો સમુહ લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો

Share

સમસ્ત ખારવા–હાંસોટી–માછી સમાજ વેજલપુર ભરૂચ ખાતે પાંચમો સમુહ લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો

આપણા સમાજમાં આજ–કાલ લગ્નોમાં ઘણા ખોટા ખર્ચો થતાં હોય છે. લોકોના દબાણ હેઠળ સામાન્ય વર્ગો પણ લાખોનો ખર્ચ કરી દેવાના ડુંગર તળે આવી જતો હોય છે અથવા તો જીવનભરની મૂડી ખર્ચી નાંખતા જોવા મળે છે. ફક્ત દેખા–દેખીથી લગ્નમાં ખોટા ખર્ચા કરવાના બદલે સમુહ લગ્નોત્સવમાં જોડાવું તે જ આજના મોંઘવારીના સમયમાં સાચી સમજણ છે. સમુહ લગ્નોત્સવ થકી પોતાના દીકરા–દીકરીના લગ્ન કરાવે તે પરિવાર સમજણો પરિવાર છે.ઘણા એવા અહેવાલો પ્રાપ્ત થાય છે કે, લગ્ન પ્રસંગ બાદ ઘણાં પરિવારો દેવામાં ડૂબી જાય છે. દીકરાના સુખી સંસાર માટે આપણે લગ્નગ્રંથિથી જોડીએ છીએ પરંતુ જો લગ્નમાં લાખોનું દેવું કરી લગ્ન કરશો તો આ નવયુગલ ક્યારેય સ્વમાનભેર જીવન જીવી શકે તેમ આર્થિક સ્થિતિમાં આવી શકે નહિં. લગ્નમાં દેખાડો નહીં સમજણ જરૂરી છે. દરેક સમાજ શ્રેષ્ઠીઓએ સમુહ લગ્નોના આયોજન કરી લગ્નોમાં થતા ખોટા ખર્ચના દૂષણને નાથવાના પ્રયત્નો કરવા જોઇએ.
નવયુગલને દેવું નહીં થોડી મૂડી આપીએ એવા લક્ષ્ય સાથે ખારવા સમાજ–ભરૂચ, માછી સમાજ–ભરૂચના અગ્રણીઓએ સમૂહલગ્ન યોજવાની શરૂઆત કરી હતી. જેમાં પ્રથમ ર૦૧૮માં યોજાયેલ પ્રથમ સમુહલગ્નમાં નવજોડાઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા.બાદ સતત ર૦૧૯, ર૦ર૦, ર૦ર૩માં સફળ સમુહલગ્નો યોજી સાગરપુત્રોને એકસૂત્રે બાંધવાનો પ્રયત્ન કરેલ છે.
પાંચમા સમૂહલગ્નનું આયોજન ર૩–૦ર–ર૦રપના રોજ અંબેમાતા વિદ્યાલય, બંબાખાના, ભરૂચ ખાતે કરવામાં આવેલ છે. જેમાં અઢાર જેટલા યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. ભાડભૂતથી લઇ ઝણોર સુધીના નદી કિનારે વસતા ખારવા–માછી સમાજના અગ્રણીઓ આ પ્રસંગ માટે તડામાર તૈયારીઓ કરી છે. વિશાળ મંડપ જેમાં પ્રત્યેક જોડા માટે અલગથી મ્હાયરું, ચોળી, સ્ટેજનું આયોજન તેમજ તમામ પ્રકારની તૈયારીઓ હાલ પૂર્ણ થતી જોવા મળેલ છે.
નવદંપતિને આશીર્વાદ આપવા માટે સંતો–મહંતો તેમજ રાજકીય નેતાગણ તેમજ સામાજીક અગ્રણીઓ હાજર રહેવાના છે. તેમાં માનનીય સંત શ્રી ૧૦૦૮ શ્રી સ્વામી લોકેશાનંદજી મહારાજ, દ્વારકા સંચાલિત શ્રી શારદાપીઠ મઠનામઠાધીશ મુક્તાનંદજી અને ભરૂચ ધર્મશાળાના શ્રી સ્વયં સાંઈરામ ગુરૂજી ઉપસ્થિત રહી આશીર્વાદ આપવાના છે. આ પવિત્ર સમૂહ લગ્નોત્સવમાં અન્ય નામી–અનામી મહાનુભાવોમાં ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ભરૂચ વિધાનસભા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જંબુસર વિધાનસભા ધારાસભ્ય અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી ડી.કે. સ્વામી, તેમજ વાગરા વિધાનસભાના ધારાસભ્ય તથા ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો–ઓ. બેંકના ચેરમેન શ્રી અરૂણસિંહજી રણા સાથે ભરૂચ જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વિભૂતીબેન યાદવ, ભા.જ.પા. સંગઠનના દાદરા નગર હવેલીના પ્રભારી તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જીલ્લા ભા.જ.પા. પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરીયા તેમજ ગુજરાત પ્રદેશના ખારવા સમાજના અગ્રણીઓ, વિવિધ સંગઠનના પ્રતિનિધિઓ આ સમુહ લગ્નોત્સવમાં હાજર રહેનાર છે.
દિવસ દરમિયાન ચાલનાર આ સમૂહ લગ્નોત્સવની શરૂઆત સવારે ૧૦.૦૦ કલાકે પ્રત્યેક જોડાઓના કુટુંબીઓ ગ્રહશાંતિની વિધિ પૂર્ણ કરી હતી. સમગ્ર સમાજમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાય એવું અઢાર વરરાજાઓની વરયાત્રાનું એક અનેરૂં દ્રશ્ય નિહાળવા મળ્યું હતું જેને લઈ બંબાખાના વિસ્તારમાં એક અનેરો માહોલ જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન આવનાર આમંત્રિત મહેમાનો તેમજ પ્રભુતામાં પગલાં માંડનાર યુગલોના સગા–સંબંધીઓ માટે ભોજન વ્યવસ્થા ચાલુ જ રાખવામાં આવી હતી અને સાથે સાથે સાંજે પણ ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે બપોરે પ.૦૦ વાગ્યે હસ્તમેળાપનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આપણી સંસ્કૃતિમાં દાનનો મહિમા રહેલો છે અને તેમાં પણ કન્યાદાનનું વિશેષ મહત્વ રહેલ છે. સમાજના દાતાઓએ આપેલ ભેટ–સોગાદો નવદંપતિને અર્પણ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

19 અને 24 ઓગષ્ટે રાજકોટમાં પાણીકાપની જાહેરાત-શહેરના પશ્ચિમ વિસ્તારના ઘણાં વોર્ડમાં નહિ આવે પાણી….

ProudOfGujarat

દાહોદની ચોરી કરતી પુખ્યાત ગેંગના સાગરીતની ભરૂચ જિલ્લાના ચોરી પ્રકરણોમાં પણ સંડોવણી.જાણો કેવી રીતે?

ProudOfGujarat

તળાવમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!