અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન અને ચિત્ર પ્રદર્શની યોજાઇ.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શનિવાર તા.૨૨ ના રોજ વિજ્ઞાન અને ચિત્ર પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનની માં “વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી” અને આધુનીક યુગમાં વિજ્ઞાન ના મહત્વ પર ભાર મુકી વિજ્ઞાન પ્રદર્શની નું આયોજન કરવામા આવ્આયું હતું.વિજ્ઞાન પ્રદર્શનની શુભ શરૂઆત સુરત શહેર કોંગ્રેસ કાયઁકારી પ્રમુખ ફીરોઝભાઇ મલેક,શાળાના પ્રમુખ નાઝુ ફડવાલા, પ્રાયમરી અને સેકન્ડરી ના આચાર્ય કવીતા કાલગુડે અને પ્રી પ્રાયમરી અને પ્રાયમરી ના આચાયઁ શ્રદ્ધા પટેલ ત્થા અન્ય ટ્રસ્ટીગણ,સ્કુલ ના શિક્ષકો દ્વારા રીબીન કાપી ખુલ્લુ મુકાયું હતું. પ્રી પ્રાયમરી,પ્રાયમરી અને સેકન્ડરી વિભાગનાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ના શિક્ષકો કલાસ ટીચરનાં ના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવવા અવનવા મોડલના પ્રયોગો રજુ કર્યા હતા. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન દિવસ કેમ મનાવવામાં આવેછે તેની સમજ વિદ્યાર્થીઓ ને સ્કુલ માં ઉપસ્થીત મહેમાનો એ આપી હતી.વિજ્ઞાન દિવસ જાણીતા વૈજ્ઞાનીક સી.વી.રમન દ્વારા ઇફેકટ નું સંસોધન કરવામાં આવ્યુ હતું જેના લીધે દર વષેઁ તા. 28 ફેબ્રુઆરી ના રોજ વિજ્ઞાન દિવસ તરીકે ઉજાવાય છે.પરુંતુ સ્કુલ દ્વારા આજ રોજ વિજ્ઞાન દ્વારા વિવિધ પ્રકારના બનાવેલ વિજ્ઞાન ના મોડલ તૈયાર કરી વાલીઓની અને ઉપસ્થીત મહેમાનો ને વિજ્ઞાન ના વિવિધ મોડેલ ની વિસ્તાર પુવઁક ની સમજ વિદ્યાર્થી દ્વારા આપી હતી. વાલીશ્રીઓએ પણ આ પ્રદર્શન ની ઉમળકાભેર મુલાકાત લઇ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને અભીનંદન પાઠવી પ્રોત્સાહિત કયાઁ હતા.વિધ્યાથીઁઓ દ્વારા વિજ્ઞાન ની થીમ પર વિવિધ પ્રકારના સાંસ્કૃતીક કાયઁકમો નું પરફોમ કરી વિજ્ઞાન ની માનવ જીવનમાં અગત્યતા ની સમજ આપી હતી.જેમાં વૈજ્ઞાનીક ગીત પણ રજુ કરવામાં આવ્યું હતું. “ધન્ય હૈ જો વૈજ્ઞાનીક પરહીત મે કામ કરે,માનવ કો દે સાધન દુનીયામે જો નામ કરે, ધન્ય હૈ જો વૈજ્ઞાનીક પર હીત મે કામ કરે”
આ કાયઁકમમાં સ્સવાગત પ્રવચન શિક્ષીકા મારીયા કાનુગા ક્યુઁ આભારવિધી મોઇના રંગરેજ દ્વારા કરવામાં આવી હતી. આ વિજ્ઞાન પ્રદર્શનની નું આયોજન શાળાના વિજ્ઞાન ના શિક્ષકો દ્વારા આચાર્ય ના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન અને ચિત્ર પ્રદર્શની યોજાઇ.
Advertisement