ભરૂચની શ્રવણચોકડી વિસ્તાર પાસે આવેલ ગેરકાયદેસર બાંધકામ પંચાયત દ્વારા અટકવાયું હતું. પરંતુ બિલ્ડરે ખાડો પુર્યો ન હતો. જેના પગલે ખાડામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો. વરસાદી પાણી ભરેલ ખાડામાં સાબુગઢ વિસ્તારમાં આવેલ મહાવીર જૂપડપટ્ટીના બે કિશોરો ગૌતમગોપાલ ધીવાલા ઉમર 13 વર્ષ અને રાહુલ મનુ ધીવાલા ઉમર 14 વર્ષ સ્નાન કરવા જતાં ડૂબી ગયાં હતાં. જેના મૃતદેહ ભારે હૈયે ભરરૂચના ફાયર બ્રિગેડના જવાનોએ પાણીની બહાર કાઢ્યા હતા. ત્યારબાદ સ્વર્ગસ્થ કિશોરોના સગાં-સંબધીઓએ કરૂણ આક્રંદ કરી આ બનાવ અંગે જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી હતી. તે સાથે જ ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે કિશોરોના મૃતદેહો મુકી ચક્કાજામ કરવામાં આવ્યું હતું. કિશોરોના સગાં -સંબંધી તેમજ અન્યોએ જણાવ્યુ હતું કે બિલ્ડરોને કાયદો પૂરવા માટે છૂટોદોર આપી દેવાયો હોય તેમ જણાય રહ્યું છે. બિલ્ડરોની બેકાળજીના પગલે બે કિશોરોના મોત નીપજયાં તેથી બિલ્ડર સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ તેવી સરકાર પાસે માંગ કરી. ત્યાં સુધી કસૂર બિલ્ડર સામે પોલીસ ફરિયાદ ન થાય ત્યાં સુધી મૃતદેહોની અંતિમવિધિ કરવામાં નહીં આવે તેમ જણાવતા તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. ચારે તરફ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. શક્તિનાથ સર્કલ જેવા વેપારી મથક ખાતે સવારના સમયે ટ્રાફિકજામ થતાં સમગ્ર ભરૂચનું જાહેર જીવન ઠપ થઈ ગયું હતું. ઉપસ્થિત ટોલના લોકોમાં પણ કસૂરવત બિલડરની સામે રોષની લાગણી જોવા મળી હતી .
ભરૂચ – બે કિશોરો ખાડામાં ડૂબી જવાના બનાવના ઘેરાપ્ર્ત્યાઘાત , શક્તિનાથ સર્કલ પાસે મૃતદેહો મૂકી ચક્કાજામ , જવાબદાર બિલ્ડર અને અન્યો સામે પગલાં ભરવા માંગ
Advertisement