પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનું એક જ સ્થળ પર નિરાકરણ !! એટલે *ધ રીયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સ્પો 2025*
ક્રેડાઈ ભરૂચ દ્વારા ધ રીયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સપો 2025નું ભરૂચના રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં તા. 22 ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.
ક્રેડાઈ ભરૂચ દ્વારા the real એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સ્પો 2025 નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, આ પ્રોપર્ટી એક્સ્પો ને તા. 22 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 11 વાગ્યે દૂધ ધારા ડેરી ગ્રાઉન્ડ કોલેજ રોડ ભરૂચ ખાતે કેબિનેટ મિનિસ્ટર હંસરાજ સંઘવી, અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના રાજકીય, સામાજિક આગેવાનો પણ જોડાશે, તેમજ રીયલ એસ્ટેટ ને લગતા જે પ્રશ્નો હોય છે, તે તમામ પ્રશ્નોનું નિરાકરણ એક જ સ્થળ પર લાવવામાં આવે તેવો પ્રયત્ન ક્રેડાઈ ભરૂચ ના માધ્યમથી કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, તથા ભરૂચ જિલ્લા અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા અને ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા , એસ.પી. મયુર ચાવડા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.