*અંકલેશ્વરના બાકરોલ માં કેમિકલ વેસ્ટનો નિકાલ કરતા કલેક્ટરને રજૂઆત કરતા સામાજિક કાર્યકર*
અંકલેશ્વરના બાકરોલ નજીક ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં તાજેતરમાં ખાનગી ઔદ્યોગિક એકમ દ્વારા કેમિકલ ઠાલવવામાં આવતા અંકલેશ્વરના સામાજિક કાર્યકર જુનેદ યુસુફ પાંચભાયા દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી આ પ્રકારની કાર્યવાહી કરતા લોકો સમક્ષ કડક પગલાં લેવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવેલ છે.
અંકલેશ્વરમાં તા. 14 ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર ગામ બાકરોલ નજીક ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં કેમિકલ નો નિકાલ કરવામાં આવતા એક ખાનગી પેઢીના સંચાલકો Q.V. Lab pvt. ltd. ની સંડોવણી પોલીસ તપાસમાં બહાર આવેલ છે, ખ્વાજા ચોકડી અંકલેશ્વર જીઆઇડીસી દ્વારા આ સમગ્ર ઘટના બનેલી જેના કારણે આ કેનાલ નું સમગ્ર પાણી નુકસાનકારક બની જતા અનેક જળચરરોના મૃત્યુ થયા, તેમજ પર્યાવરણને પણ ગંભીર નુકસાન પહોંચ્યું આથી સામાજિક કાર્યકર જુનેદ યુસુફ પાંચભાયા દ્વારા કલેક્ટર સમક્ષ લેખિત અરજી કરી જણાવ્યું કે આ ગંભીર પર્યાવરણીય નુકસાન થવા સમક્ષ સ્થાનિક પ્રજાજનોને પણ આરોગ્ય માટે અયોગ્ય કાર્યવાહી કહી શકાય જેના કારણે પર્યાવરણના દુશ્મનો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ તેમજ આ અરજીમાં તેઓએ માંગ કરેલ છે કે આ ખાનગી પેઢીના સંચાલકનો લાયસન્સ રદ થવું જોઈએ ઉપરાંત માનવ જીવન અને પર્યાવરણને હાનિ પહોંચાડવા બદલ લાગુ પડતી કલમ હેઠળ ગુનો દાખલ કરવો જોઈએ, ભવિષ્યમાં આ પ્રકારના અપરાધોનું પુનરાવર્તન ન થાય તે માટે કડક નિયંત્રણ લાવવા ગાઈડ લાઈન નક્કી થવી જોઈએ, આ ઘટના સાથે સંકળાયેલ તમામ આરોપીઓની તાત્કાલિક ઘરપકડ અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમ જ પર્યાવરણ અને પ્રજાના હિત માટે ન્યાય મળે તેવી આ લેખિત અરજીમાં કલેકટર સમક્ષ માંગ કરેલ છે.