ગુજરાત ટાઇટન્સ જુનિયર ટાઇટન્સની બીજી સિઝનને ભરૂચમાં લાવે છે, બાળકોમાં રમતોની સંસ્કૃતિ ઊભી કરવાનો ઉદ્દેશ
‘Let’s Sport Out’ થીમની ઇવેન્ટમાં – સ્કૂલોના –થી વધુ બાળકોએ ભાગ લીધો
ભરૂચ, 01 ફેબ્રુઆરી, 2025 – ગુજરાત ટાઇટન્સ જૂનાગઢ અને ભાવનગરમાં સફળતાપૂર્વક ઇવેન્ટ્સ પૂરી કર્યા બાદ જુનિયર ટાઇટન્સની રોમાંચક બીજી સિઝનને ભરૂચમાં લાવે છે. ‘Let’s Sport Out’ થીમ હેઠળ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટેનો જુસ્સો જગાવવા માટે તૈયાર કરાયેલો આ પ્રોગ્રામ ક્વીન્સ ઓફ એન્જલ્સ કોન્વેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે યોજાયો હતો. 17 ખાનગી સ્કૂલો અને 04 સરકારી સ્કૂલો સહિત શહેરની 21 સ્કૂલોના 1020 થી વધુ બાળકોએ તેમાં ઉમળકાભેર ભાગ લીધો હતો.
જુનિયર ટાઇટન્સ એ ગુજરાત ટાઇટન્સની અનોખી પહેલ છે જે નાના બાળકોને ઘરની બહાર નીકળીને બહાર વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરવાનું તેમનું વિઝન દર્શાવે છે. ખેલદિલીની ભાવના અને સક્રિય રમતને પ્રોત્સાહન આપીને જુનિયર ટાઇટન્સનો ઉદ્દેશ બાળકોમાં રમતની વાઇબ્રન્ટ સંસ્કૃતિને જગાવવાનો છે. સિઝન અત્યારે અડધા જેટલી પૂરી ગઈ છે અને ત્રણ શહેરોને સાંકળવામાં આવ્યો છે ત્યારે આ પહેલ ટૂંક સમયમાં પાલનપુર અને અમદાવાદમાં વિસ્તરશે.
ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે જૂનાગઢથી શરૂ કરીને ભાવનગર તથા હવે ભાવનગરમાં જુનિયર ટાઇટન્સ પ્રોગ્રામની આ સિઝન માટે અત્યાર સુધી અમને મળેલા પ્રતિસાદ ખૂબ જ પ્રોત્સાહજનક રહ્યો છે. ગુજરાત ટાઇટન્સમાં અમે ક્રિકેટથી આગળ વધીને રમતની શક્તિમાં હંમેશા વિશ્વાસ ધરાવીએ છીએ. અમે માનીએ છીએ કે રમતની સંસ્કૃતિ વિકસાવવાથી વિકાસના વર્ષોમાં બાળકોને નોંધપાત્ર લાભ થાય છે અને તેમને શિસ્ત, ટીમવર્ક અને તંદુરસ્ત મન તથા શરીરને વિકસાવવામાં મદદ કરે છે. આ દ્રઢ માન્યતા જ અમને જુનિયર ટાઇટન્સ સાથે અમરા સાહસને આગળ ધપાવે છે જ્યાં અમે રમતની પરિવર્તનકારી શક્તિ સાથે જોડવા માટે શક્ય એટલા વધુ સ્વપ્નદ્રષ્ટા બાળકોને જોડવાનો પ્રયાસ કરીએ છીએ.
આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો જેમાં રસપ્રદ વોર્મ અપ એક્ટિવિટી Titan Says, LALIGA માસ્ટરક્લાસ, ગુજરાત ટાઇટન્સની ગૌરવશાળી ક્ષણો નિહાળવી અને ફન ક્વિઝ સમાવિષ્ટ હતી. તેમણે ફિટનેસ એક્સરસાઇઝ, ફેસિંગ ધ બોલિંગ મશીન, હીટિંગ ધ સ્ટમ્પ્સ, બોલિંગ અને પેનલ્ટી કિક જેવી રોમાંચક ચેલેન્જીસમાં પણ ભાગ લીધો હતો. એકંદરે બાળકોએ પોતાની રમતોની કુશળતા વધારવા માટે સમૃદ્ધ શારીરિક અને ઇન્ટરેક્ટિવ એક્સસાઇઝીસ કરી હતી.
ટોચની સ્પેનિશ ફૂટબોલ લીગ LALIGA આ પ્રોગ્રામની બીજી સિઝન માટે પણ તેનો સહયોગ ચાલુ રાખ્યો હતો અને આ કાર્યક્રમોમાં ફૂટબોલ વર્કશોપ્સ યોજી હતી. હાલ ચાલી રહેલી સિઝનમાં જાપાનની સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સ પૈકીની એક પોકેમોન પણ જોવા મળી છે અને તેણે બાળકોને તેમના પ્રિય પોકેમોન પાત્રોને મળવાની તક આપી છે. બાળકો આકર્ષક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે અને જુનિયર ટાઇટન્સ સાથે પોકેમોનની ભાગીદારીના ભાગરૂપે સુંદર મર્ચેન્ડાઇઝ ઘરે લઇ જઈ શકે છે. આ એડિશનમાં બિસ્લેરી બાળકોને પીવાનું પાણી પૂરું પાડી રહી છે જ્યારે એસજી જરૂરી સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ પૂરા પાડશે.
જુનિયર ટાઇટન્સ ગુજરાતના શહેરોમાં દર શનિવારે યોજવામાં આવશે. આગામી ઇવેન્ટ્સ હવે પાલનપુર (8 ફેબ્રુઆરી) અને અમદાવાદ (15 ફેબ્રુઆરી)ના રોજ યોજાશે.