*સાયબર ક્રાઈમના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ સાઈબર ક્રાઇમ પોલીસ*
ગુજરાત રાજ્યના અલગ અલગ ગુનામાં ભરૂચ તથા સાયબર ક્રાઇમ વગેરેના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપી ને એરેસ્ટ વોરંટના આધારે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે અગાઉ આરોપી વડોદરા ભરૂચ બોરસદ સહિતના જિલ્લામાં સાયબર ક્રાઇમની જુદી જુદી ફરિયાદમાં સંડોવાયેલ છે.
ભરૂચ જિલ્લામાં પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક સી. કે. પટેલ ની સુચના અને માર્ગદર્શન મુજબ કોણ તરફથી ઇસ્યુ કરેલ સમન્સ જામીનપત્ર વોરંટ અને બિનજામિનપત્ર તથા નોટીસની અસરકારક બજવણીના ભાગરૂપે સાઇબર ક્રાઇમ પોલીસ આઈ.ટી એક્ટ તથા સીઆરપીસી મુજબ ધરપકડનું વોરંટ હોય તે આરોપી ચિંતન પટેલ નાસ્તો ફરતો હોય આરોપીને ઝડપી પાડવા પોલીસને બાતમી મળેલ કે આરોપી ચિંતન પટેલ જે બોરસદ વડોદરા સહિતમાં વિઝા આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી બાદમાં ધરપકડ ટાળવાના હેતુથી નાસ્તો ફરતો હોય આથી પોલીસને અંગત સૂત્રોમાંથી જાણવા મળ્યું કે ચિંતન પટેલ જે 6 થી 7 સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલ હોય તે આરોપી વડોદરા ખાતે ફરતો હોય જે ચોક્કસ બાતમીના આધારે ભરૂચ સાઈબર ક્રાઇમ પોલીસે વડોદરામાં તલાસી લેતા આરોપી રંગે હાથે ઝડપાઈ ચુક્યો હોય, આરોપી ચિંતન પટેલ વિરુદ્ધ અગાઉ કોર્ટે સાઇબર ક્રાઇમ પોલીસ ટીમને ધરપકડ વોરંટ ઇસ્યુ કરેલ હોય જે વોરંટ ના આધારે ચિંતન પ્રભુદાસ પટેલ રહે એ 21 દિન દયાલ આવાસ યોજના વાઘોડિયા બ્રિજ ની બાજુમાં વડોદરા મૂળ રહે પરબડી ફળિયુ ગામ જેસીંગપુરા તાલુકો વાઘોડિયા જીલ્લો વડોદરા ને પોલીસે બાતમીના આધારે કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરતા ભરૂચ સાઈબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે, આગળ બોરસદ પોલીસ સ્ટેશન દ્વારા ચિંતન પટેલનો કબજો સોંપી આપવા ભરૂચ પોલીસે કામગીરી હાથ ધરી છે.