Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAMusicPhotographyTechnologyTop NewsTravelWomanWorld

ભાડભૂત બેરેજ યોજનામાં નવેસરથી ખેડૂતોને જમીનનું સંપાદન કરવા ખેડૂત સવિનય સમિતિના આગેવાનોની રજૂઆત*

Share

*ભાડભૂત બેરેજ યોજનામાં નવેસરથી ખેડૂતોને જમીનનું સંપાદન કરવા ખેડૂત સવિનય સમિતિના આગેવાનોની રજૂઆત*

ભરૂચ જિલ્લામાં ખેડૂત સવિનય સમિતિ ના આગેવાનોએ આજે ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત જમીન સંપાદિત થયેલ હોય જેમાં જમીન ગુમાવનાર ખેડૂતો ની આપવીતી વર્ણવતું એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા સમહરતા સમક્ષ પાઠવ્યું હતું.

Advertisement

આ લેખિત આવેદનપત્રમાં કલેકટર સમક્ષ ખેડૂત સવિનય સમિતિના આગેવાનો બચુભાઈ પટેલ, પ્રફુલભાઈ પટેલ, સહિતના લોકોએ જણાવ્યું છે કે જાહેરનામામા બહાર પાડવામાં આવ્યું હોય તે મુજબ જમીન સંપાદનના અધિનિયમ નું સરેઆમ ઉલ્લંઘન થયેલ છે, જાહેરનામાની પ્રક્રિયા તદ્દન ખોટી રીતે કરવામાં આવેલી હોય વર્ષ 2013 માં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, તે જાહેરનામા જણાવેલ જોગવાઈ મુજબ જમીનનું સંપાદન થયેલ નથી તેમ જ જોઈન્ટ મેજરમેન્ટ સર્વે ની પ્રક્રિયા ખેડૂતોને સાથે રાખીને કરવાની હોય છે, જે કામગીરી ખેડૂતોને સાથે રાખીને કરવામાં આવેલી નથી, ઉપરાંત જમીન સંપાદન ના કાયદાનું સંપૂર્ણપણે ઉલંઘન કરવામાં આવ્યું હોય તેવું લાગે છે, આ જાહેરનામાની સંપૂર્ણ પ્રક્રિયા થઈ ગઈ હોય તેવા અહેવાલો આપ્યા છે, પરંતુ વર્ષ 2025 સુધીમાં આજ દિન સુધી જાહેરનામાની પ્રક્રિયા પૂર્ણ થયેલ નથી આથી આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને વર્ષ 2013 ના કાયદા મુજબ જમીન સંપાદન કરવામાં આવે તથા હાલ વર્ષ 2013 ના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થયેલ છે તાત્કાલિક અસરથી આ જૂનું જાહેરનામું રદ કરી નવેસરથી જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવા માટે ખેડૂત સવિનય સમિતિએ ભાડભૂત બેરેજ ડાબા કાંઠા યોજનાના અસરગ્રસ્ત ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું છે.


Share

Related posts

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ.

ProudOfGujarat

માંગરોળ ઉમરપાડા તાલુકામાં રસ્તાના વિકાસના કામો મંજુર કરતી રાજય સ૨કા૨.

ProudOfGujarat

ભરૂચ : કોવિડ હોસ્પિટલમાં આગનાં બનાવની ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!