Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIAMusicPhotographyTravel

અંકલેશ્વરમાં ચીસ્તીયા હાર્ડવેર નામની દુકાનમાંથી ગેરકાનૂની ગેસ રિફિલિંગ કરનાર 1 શખ્સને ઝડપી પાડતી એસઓજીની ટીમ*

Share

*અંકલેશ્વરમાં ચીસ્તીયા હાર્ડવેર નામની દુકાનમાંથી ગેરકાનૂની ગેસ રિફિલિંગ કરનાર 1 શખ્સને ઝડપી પાડતી એસઓજીની ટીમ*

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ગેસની બોટલો રિફિલિંગ થતું હોય , ભરૂચ એસોજીની ટીમે બાતમીના આધારે પરદા ફાસ્ કરી ચિસ્તીયા હાર્ડવેર નામની પેઢીમાં પોલીસે રેડ પાડી ગેરકાનૂની રીતે હાર્ડવેરની દુકાન માં ગેસની બોટલો રિફિલિંગ કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં ગેરકાનૂની ગેસ રીફિલિંગ ની કામગીરી થતી હોય જે બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અન્વયે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળેલ કે , યોગી નગર નજીક આવેલ અનુરાધા કોમ્પલેક્ષમાં ચીસ્તી આ હાર્ડવેર નામની દુકાનમાં ગેરકાનૂની રીતે ગેસ રિફિલિંગ કરતો હોય જે ચોક્કસ બાતમીના આધારે એસઓજી ની ટીમે રેડ પાડતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં યોગીનગર નજીક અનુરાધા કોમ્પલેક્ષમાં બાબુ સિરાજ અન્સારી ઉંમર વર્ષ 32 યોગીનગર રાજપીપળા અંકલેશ્વર જીલ્લો ભરૂચ ખાતે રહેતો એક શખ્સ ગેરકાયદેસર રીતે ખાનગી કંપનીની રાંધણ ગેસની બોટલો માંથી જુદી જુદી રીતે સળગી ઊઠે તેવો પદાર્થને ટ્રાન્સફર કરતો હોય જેમાં બેદરકારી દાખવી પોતાની તથા અન્ય લોકોની જિંદગી જોખમાય એવી કામગીરી કરતો હોય આથી એસઓજી.ની ટીમે બાબુ સિરાજ અન્સારી ની અટકાયત કરી, રિલાયન્સ કંપનીની રાંધણ ગેસની 15 કિલોની ખાલી બોટલ નંગ 2 કિંમત રૂપિયા 2000, 15 કિલોની ગેસ ભરેલ બોટલ નંગ 4 કિંમત રૂપિયા 7200, hp કંપનીની રાંધણ ગેસની બોટલ પાંચ કિલોની ખાલી કિંમત રૂપિયા 1000, 5 કિલો ગેસની ભરેલ બોટલ નંગ 5 કિંમત રૂપિયા 3500, સુજાતા ગોલ્ડ કંપનીની 5 કિલોની બોટલ નંગ 1, કિંમત ₹500, વજન કાંટો નંગ 1 કિંમત રૂપિયા 1000, ગેસ રીફીલિંગ પાઇપ નંગ 1 કિંમત રૂપિયા 500 મળી કુલ રૂપિયા 15,700-/ નો મુદ્દા માલ કબજે લઈ આરોપીની અટકાયત કરી બીએનએસ ની કલમ 287, 125 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેશભાઈ વણજાર જો દહેજ વિસ્તારના ગામો માં પેટ્રોલિંગ રાખશે તો આવા ઘણા કેશો કરવામાં સફળ રહેશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે


Share

Related posts

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગતાં અફરાતફરી.

ProudOfGujarat

ભરૂચની SVMIT કોલેજએ વિશ્વમાં આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી. જાણો કઇ ? કેવી રીતે ?

ProudOfGujarat

લીંબડી ઉટડી બ્રિજ નજીક નાનાવાસ વિસ્તારને જોડતા રસ્તા પર કોઈ અનિચ્છનિય ઘટનાં સર્જાઈ તેની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!