ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડમ્પરચાલકની બેદરકારીના કારણે ડીજીવીસીએલના આઠ વીજપોલ તૂટી પડ્યા
ભરૂચ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં સોસાયટીમાં ડમ્પર ચાલકે બેફામ રીતે ડમ્પર ચલાવતા ડીજીવીસીએલ ના આઠ જેટલા વીજપોલ તૂટી જવાથી આ વિસ્તારના રહેવાસીઓ ને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, બનાવ બનતા જ ડમ્પર ચાલક બનાવ સ્થળેથી નાસી છૂટ્યો હોય સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી.
ભરૂચ ના પશ્ચિમ વિસ્તારમાં આજે સવારે મદીના પાર્ક સોસાયટીમાં એકદમ પર ચાલક માટી ખાલી કરવા માટે આવ્યો હતો જે માટેનું ડમ્પર ખાલી કર્યા બાદ ફરતી વેળાએ હાઇડ્રોલિક ટ્રોલી નીચે કરવાના સમય પર આ વિસ્તારમાં આવેલા ડીજીવીસીએલના તમામ વીજપોલ ડમ્પર ચાલકની બેદરકારીના કારણે તૂટી ગયા હોય ડીજીવીસીએલના આઠ જેટલા વીજપોલ તૂટી જવાના કારણે આ વિસ્તારમાં રહેતા અનેક લોકોને વીજપોલ ના જીવતા વીજ વાયર લોકોના ઘરો પર અને જમીન પર પડ્યા હોવાથી આ વિસ્તારના રહેવાસીઓના ઘરોમાં સામાન્ય નુકસાનીના બનાવો બનવા પામ્યા છે, શોર્ટ સર્કિટ કે અન્ય ઘરવખરીનો સામાન બળી જવા પામ્યો છે, સદ્નસીબે આ વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું છે કે તમામ વીજપોલ તૂટી જવાના કારણે ટૂંક સમય માટે સમગ્ર વિસ્તારમાં વીજ કનેક્શન પણ ખોરવાયું હતું અને અમુક ઘરોમાં કપડાં અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બળી જવાના બનાવો બનવા પામ્યા છે, આ વિસ્તારના સોસાયટીના હોદ્દેદારોએ જણાવ્યું કે ડમ્પર ચાલકનું ડમ્પર આ સોસાયટીમાં જ પાર્ક કરવામાં આવ્યો છે બનાવ બનતા ની સાથે જ ડમ્પર ચાલક ફરાર થઈ ચૂક્યો છે, જેની શોધખોળ સોસાયટીના આગેવાનોએ હાથ ધરેલ છે.